સ્પોર્ટ્સ

બાંગ્લાદેશ- પાકિસ્તાન મેચમાં ફરી વિવાદ… સીરિઝ હાર્યા બાદ પાકિસ્તાની ટીમે ફરિયાદ નોંધાવી, જાણો શું છે આખો મામલો?

16 માર્ચ, 2026•
GVGujaratvandan team
બાંગ્લાદેશ- પાકિસ્તાન મેચમાં ફરી વિવાદ… સીરિઝ હાર્યા બાદ પાકિસ્તાની ટીમે ફરિયાદ નોંધાવી, જાણો શું છે આખો મામલો?

Bangladesh vs Pakistan ODI 2026 controversy: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ખરાબ પ્રદર્શન કર્યા પછી હવે પાકિસ્તાની ટીમને બાંગ્લાદેશમાં પણ નિરાશા મળી છે. યજમાન દેશ સામેની વનડે સીરિઝમાં પાકિસ્તાનને 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે.

બાંગ્લાદેશે પાકિસ્તાનને 11 રનથી હરાવ્યું
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝનો છેલ્લો મુકાબલો ઢાકાના મીરપુરમાં આવેલા શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. 15 માર્ચ, રવિવારના રોજ રમાયેલા આ હાઈ વોલ્ટેજ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 11 રનથી હરાવી સીરિઝ 2-1થી જીતી લીધી છે. બાંગ્લાદેશે 11 વર્ષ પછી પાકિસ્તાન સામે વનડે સીરિઝ જીતી, પરંતુ મેચના છેલ્લાં ઓવરમાં થયેલા DRS નિર્ણયને લઈને વિવાદ ઊભો થયો છે. એક રિપોર્ટ અનુસાર હાર બાદ પાકિસ્તાનની ટીમે આ મામલે ICCના મેચ રેફરી નિયામુર રશીદ પાસે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ પહેલા વનડે સીરિઝના પ્રથમ મુકાબલામાં સલમાન અલી આગાને બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસન મિરાઝે રનઆઉટ કર્યા હતા, જેના કારણે ઘણો હોબાળો થયો હતો.

શું છે સમગ્ર મામલો?
પાકિસ્તાની ટીમનો આરોપ છે કે, ત્રીજા વનડે દરમિયાન છેલ્લાં ઓવરમાં બાંગ્લાદેશને ખોટી રીતે રિવ્યુ લેવા દેવામાં આવ્યો. આ ઘટના પાકિસ્તાનની ઇનિંગના છેલ્લાં ઓવરની પાંચમી બોલ પર બની હતી. તે સમયે બાંગ્લાદેશના સ્પિનર રિશાદ હુસેન બોલિંગ કરી રહ્યા હતા અને સામે પાકિસ્તાની ટીમના કેપ્ટન શાહીન શાહ આફ્રિદી બેટિંગ કરી રહ્યા હતા. શ્રીલંકાના અમ્પાયર કુમાર ધર્મસેનાએ આ બોલને વાઇડ જાહેર કર્યો, પરંતુ બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ અને બોલરને લાગ્યું કે બેટ્સમેન LBW થઈ શકે છે.

પાકિસ્તાની કેપ્ટનની અમ્પાયરો સાથે દલીલ
ત્યારબાદ બાંગ્લાદેશે રિવ્યુ લીધો, જેને અમ્પાયરે સ્વીકારી લીધો. પાકિસ્તાનની ટીમનું કહેવું છે કે, વાઇડના નિર્ણય પર રિવ્યુ લઈ શકાતો નથી અને બાંગ્લાદેશે મોટા સ્ક્રીન પર રિપ્લે જોઈને રિવ્યુ લીધો હતો. પાકિસ્તાની ટીમ આ બાબતે પણ નારાજ છે કે રિવ્યુ લેવા માટેની નક્કી કરેલી 15 સેકન્ડની સમયમર્યાદા પણ પસાર થઈ ગઈ હતી. જોકે ટીવી પ્રસારણમાં કોઈ ટાઈમર દેખાતો ન હતો, તેથી રિવ્યુ સમયસર લેવાયો હતો કે નહીં તેની પુષ્ટિ થઈ શકી નથી.

સમગ્ર વિવાદથી મેચના પરિણામ પર ખાસ અસર પડી નથી
જ્યારે મામલો ત્રીજા અમ્પાયર પાસે ગયો ત્યારે અલ્ટ્રાએજમાં સ્પષ્ટ દેખાયું કે બોલ બેટને અડીને ગયો હતો. ત્યારબાદ વાઇડનો નિર્ણય બદલી દેવાયો. આ દરમિયાન શાહીન શાહ આફ્રિદી અમ્પાયરો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં કારણ કે વાઇડનો નિર્ણય પાછો લઈ લેવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર વિવાદથી મેચના પરિણામ પર ખાસ અસર પડી ન હતી. છેલ્લી બોલ પર શાહીન આઉટ થઈ ગયા અને બાંગ્લાદેશે મેચ જીતી સીરિઝ પોતાના નામે કરી લીધી છે.

Tags:
Gujarati Newsગુજરાતી ન્યૂઝBangladesh Cricketબાંગ્લાદેશ ક્રિકેટCricket 2026
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026