સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ 2026માં ભારતનું શાનદાર પ્રદર્શન! જાણો ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓએ કેવી રીતે અપાવ્યું ગૌરવ

23 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
એશિયન ગેમ્સ 2026માં ભારતનું શાનદાર પ્રદર્શન! જાણો ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓએ કેવી રીતે અપાવ્યું ગૌરવ

Asian Games 2026 Medal Tally: જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધી 7 મેડલ પોતાના નામે કર્યા છે. તેમાં 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતની મેડલ ટેલીમાં શૂટિંગનો મોટો ફાળો રહ્યો છે, જ્યારે મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવી દેશને ગેમ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હાલ ભારત મેડલ ટેલીમાં 8મા ક્રમે છે.

ભારતના નામે એક ગોલ્ડ મેડલ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 216 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 79, શેફાલી વર્માએ 48 અને ઋચા ઘોષે અણનમ 49 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટનો સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતના નામે 4 સિલ્વર મેડલ
શૂટિંગમાં ભારતે અત્યાર સુધી ચાર સિલ્વર મેડલ જીત્યા છે. મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદની ટીમે સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ ઈલાવેનિલ વલારિવને મહિલા 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં રુદ્રાક્ષ પાટિલ, પાર્થ માને અને હિમાંશુ ઢિલ્લનએ સિલ્વર જીત્યો હતો. આ જ ઇવેન્ટની વ્યક્તિગત સ્પર્ધામાં હિમાંશુ ઢિલ્લને પણ સિલ્વર મેડલ મેળવ્યો છે.

ભારતના નામે 2 બ્રોન્ઝ મેડલ
પુરુષોની 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં રુદ્રાંક્ષ પાટિલએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત મિક્સ્ડ માર્શલ આર્ટ્સની મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલોગ્રામ કેટેગરીમાં સુચિકા તારિયાલએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે MMAમાં ઐતિહાસિક મેડલ મેળવ્યો છે.

Asian Games 2026 Medal Tally
હાલની મેડલ ટેલીમાં ચીન 32 ગોલ્ડ સહિત કુલ 53 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. જાપાન 11 ગોલ્ડ અને કુલ 46 મેડલ સાથે બીજા ક્રમે, જ્યારે દક્ષિણ કોરિયા 6 ગોલ્ડ અને કુલ 27 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભારત 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે કુલ 7 મેડલ મેળવી 8મા સ્થાને છે.

કમલિની માટે ₹75 લાખના ઇનામની જાહેરાત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ગોલ્ડ મેડલ જીતમાં તમિલનાડુની 18 વર્ષની ખેલાડી જી. કમલિની પણ ટીમનો ભાગ હતી. તેમની સિદ્ધિને સન્માનિત કરવા તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્ય સરકાર તરફથી ₹75 લાખના રોકડ પ્રોત્સાહનની જાહેરાત કરી છે. મદુરાઈની વિકેટકીપર-બેટર કમલિનીને આ સન્માન એશિયન ગેમ્સમાં ભારતની ગોલ્ડ મેડલ જીત બાદ આપવામાં આવ્યું છે. એશિયન ગેમ્સ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં ભારતની મેડલ ટેલીમાં વધુ વધારો થવાની શક્યતા છે.

Tags:
ખેલો ઈન્ડિયાIndia's VictoryAsian Games RecordsWinners ListAsian Games 2026 India
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026