સ્પોર્ટ્સ

'એકવારનો કિંગ, હંમેશા કિંગ જ રહે છે', વિરાટ કોહલીના 38મા જન્મદિવસે ક્રિકેટ દિગ્ગજોએ વરસાવ્યો પ્રેમ

5 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'એકવારનો કિંગ, હંમેશા કિંગ જ રહે છે', વિરાટ કોહલીના 38મા જન્મદિવસે ક્રિકેટ દિગ્ગજોએ વરસાવ્યો પ્રેમ

Virat Kohli 38th Birthday: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'રન મશીન' તરીકે જાણીતા વિરાટ કોહલી ગુરુવારે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ અવસર પર દેશ-વિદેશના ક્રિકેટરો અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. શિખર ધવન, રવિ શાસ્ત્રી, સુરેશ રૈના અને દિનેશ કાર્તિક જેવા દિગ્ગજોએ ખાસ અંદાજમાં 'કિંગ કોહલી'ને વધાવ્યા છે.

સુરેશ રૈનાએ કહ્યું - 'એકવારનો કિંગ, હંમેશા કિંગ જ રહે છે'
ભારતના પૂર્વ ડાબોડી બેટ્સમેન અને વિરાટના ખાસ મિત્ર સુરેશ રૈનાએ વિરાટને 'કિંગ' ગણાવતા તેના પ્રખ્યાત કવર ડ્રાઇવ અને યાદગાર રન ચેઝનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "એકવારનો કિંગ, હંમેશા કિંગ જ રહે છે. કોહલીએ ક્રિકેટ ચાહકોને અગણિત અને અદ્ભુત યાદો આપી છે. મને તેની બેટિંગ જોવી ખૂબ જ પસંદ છે."

38ની ઉંમરે પણ અદભુત ફિટનેસ: દિનેશ કાર્તિક
ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં વિરાટના સાથી ખેલાડી રહેલા દિનેશ કાર્તિકે તેની ફિટનેસના ભરપૂર વખાણ કર્યા છે. કાર્તિકે ભાવુક પોસ્ટમાં લખ્યું, "દર વર્ષે એ જ આગ અને ઝનૂન જોવા મળે છે. 38 વર્ષની ઉંમરે પણ આવી ફિટનેસ મેં પહેલાં ક્યારેય કોઈ ખેલાડીમાં જોઈ નથી. જન્મદિવસ મુબારક હો વિરાટ."

રવિ શાસ્ત્રીનો મજાકિયા અંદાજ: "38નો થયો પણ 36નો લાગુ છું"
ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના જાણીતા મજાકિયા અંદાજમાં કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કોહલીની બેટિંગ કરતી એક શાનદાર તસવીર શેર કરતા લખ્યું, "જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ ચેમ્પિયન. 37માં વર્ષના અંતિમ દિવસોમાં પણ તે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ રીતે તારી રમત ચાલુ રાખ. હું 38નો થઈ રહ્યો છું, પણ 36નો લાગી રહ્યો છું. ઓહ લા લા!" આ સાથે તેમણે હસવાવાળા અને કાળા ચશ્મા પહેરેલા ઇમોજી પણ મૂક્યા હતા.

શિખર ધવને વિરાટના ઝનૂન અને રમત પ્રત્યેની ભૂખને બિરદાવી
પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને કોહલીને તેના રમત પ્રત્યેના અખૂટ લગાવ અને સખત મહેનત માટે બિરદાવ્યો હતો. ધવને લખ્યું કે ક્રિકેટ પ્રત્યેનો વિરાટનો પ્રેમ અને મેદાન પર તેની ઉર્જા આજે પણ લાખો યુવાનો અને ઉભરતા ખેલાડીઓને પ્રેરણા પૂરી પાડે છે.

મનોજ તિવારી, મુનાફ પટેલ અને મોહમ્મદ શમીની ખાસ શુભેચ્છાઓ
પૂર્વ બેટ્સમેન મનોજ તિવારીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની કોહલી સાથેની ભાગીદારીની જૂની તસવીર શેર કરતા લખ્યું કે કેટલીક ભાગીદારી માત્ર રન માટે નહીં પણ તેની સાથે જોડાયેલી યાદો માટે ખાસ હોય છે. તેમણે કોહલીને આ જ સમર્પણ સાથે નવી પેઢીને પ્રેરણા આપતા રહેવા જણાવ્યું હતું. ભૂતપૂર્વ ઝડપી બોલર મુનાફ પટેલે લખ્યું, "તમારું આવનારું જીવન સ્વસ્થ રહે. ખુશ રહો, આબાદ રહો." જ્યારે ઝડપી બોલર મોહમ્મદ શમીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિરાટ માટે સારા સ્વાસ્થ્યની કામના વ્યક્ત કરી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના વિરાટ રેકોર્ડ્સ
વિરાટ કોહલીએ પોતાના 16 વર્ષથી વધુના કરિયરમાં ભારતીય ક્રિકેટને અનેક ઐતિહાસિક પળો આપી છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ 50 સદી ફટકારીને તેણે સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ તોડ્યો છે. ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં તેણે રનનો પહાડ ખડક્યો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 80 સદી ફટકારી છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં 'રન ચેઝ' કરતી વખતે કોહલીના આંકડા તેને દુનિયાનો સૌથી સફળ મેચ-વિનર બનાવે છે. તાજેતરમાં 2024માં ભારતને T20 વર્લ્ડકપ જિતાડવામાં પણ તેણે ફાઈનલમાં 'મેન ઓફ ધ મેચ' બનીને મહત્વનું યોગદાન આપ્યું હતું. તેની ફિટનેસ આજે વૈશ્વિક એથ્લેટ્સ માટે એક બેન્ચમાર્ક સમાન છે.

Tags:
T20 World CupCricket NewsSportsIndian CricketKing Kohli Birthday
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026