સ્પોર્ટ્સ

'આ રીતે જીતાશે મેડલ?' એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓ મુશ્કેલીમાં, બસ માટે 3 કલાક રાહ

21 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'આ રીતે જીતાશે મેડલ?' એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓ મુશ્કેલીમાં, બસ માટે 3 કલાક રાહ

Asian Games Shooting India: એશિયન ગેમ્સમાં લોજિસ્ટિક્સની ગંભીર સમસ્યાઓ વચ્ચે ભારતીય શૂટિંગ ટીમની મેડલની આશા અકબંધ છે. આજે પુરુષોની 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં ભારત પાસે મેડલ જીતવાની તકો છે. જોકે, ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓએ ખેલાડીઓ અને કોચની તૈયારીઓને અસર કરી છે.

ટ્રાન્સપોર્ટ અને મુસાફરીની ભારે સમસ્યાઓ
જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમને યાત્રા અને ટ્રાન્સપોર્ટને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર થતા વિલંબને કારણે મહત્વની ઇવેન્ટ પહેલાંના ટ્રેનિંગ શેડ્યૂલ પર પણ અસર પડી રહી છે. 15 સપ્ટેમ્બરે પહોંચ્યા બાદથી શૂટર્સ અને કોચને એરપોર્ટ તેમજ બસ પિક-અપ પોઈન્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

બસ માટે 3 કલાક સુધી રાહ જોવી પડી
અહેવાલ મુજબ, 17 સપ્ટેમ્બરે અનેક એથ્લીટ્સ અને કોચ બસ માટે 3 કલાક સુધી રાહ જોતા રહ્યા હતા. 18 અને 19 સપ્ટેમ્બરે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ટીમના તમામ સભ્યો ટ્રેનિંગ માટે શૂટિંગ રેન્જ સુધી પહોંચી શક્યા નહોતા. 20 સપ્ટેમ્બરે પૂરતી બેઠકો ન હોવાથી કેટલાક કોચને બસમાંથી નીચે ઉતરવું પડ્યું હતું. પરિણામે ટ્રેનિંગ સેશન શરૂ થાય તે પહેલાં શૂટર્સે પોતાના કોચની રાહ જોવી પડી હતી.

ટ્રેનિંગ શેડ્યૂલ પર પણ અસર
21 સપ્ટેમ્બરે વેન્યુ પર ભારે ભીડ અને એન્ટ્રી માટેની લાંબી લાઈનોને કારણે ટીમે બસમાં જ વધુ 20 મિનિટ રાહ જોવી પડી હતી. આયોજકોએ મુસાફરીમાં સરેરાશ 80 મિનિટનો સમય લાગવાનો અંદાજ આપ્યો હતો, પરંતુ હવે સફરમાં બે કલાકથી વધુ સમય લાગી રહ્યો હોવાના અહેવાલ છે. આ સ્થિતિને કારણે ભારતીય શૂટર્સની ટ્રેનિંગ યોજનાઓમાં પણ મોટો અવરોધ ઊભો થયો છે.

Tags:
#IndiaAtAsianGames#Controversy#Problems#AthleteWelfare#ખેલજગત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026