સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટરોની દિવાળી સેલિબ્રેશન વાયરલ! ધોનીની સાદગી અને અભિષેક શર્માના દેશી ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

9 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ભારતીય ક્રિકેટરોની દિવાળી સેલિબ્રેશન વાયરલ! ધોનીની સાદગી અને અભિષેક શર્માના દેશી ડાન્સે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

Indian cricketers Diwali celebration: આખો દેશ જ્યારે દિવાળીની ઝગમગતી રોશની અને ફટાકડાના અવાજમાં ડૂબેલો હતો ત્યારે આપણા ભારતીય ક્રિકેટરો પણ આ પવિત્ર દીપોત્સવ મનાવવામાં ક્યાંય પાછળ રહ્યા નહોતા. દરેક ક્રિકેટરે પોતપોતાના અનોખા અંદાજમાં પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. કોઈએ ખૂબ જ ભવ્યતાથી તો કોઈએ એકદમ સાદગીથી આ તહેવાર મનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભારતીય ખેલાડીઓના દિવાળી સેલિબ્રેશનના ફોટા અને વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

અભિષેક શર્માનો દેશી ડાન્સ વીડિયો વાયરલ
ભારતીય ટીમના યુવા અને તોફાની ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ દિવાળીના દિવસે જબરદસ્ત મસ્તી કરી હતી. તેનો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. અભિષેકે દિવાળીના ખાસ અવસર પર કાળા રંગનો ટ્રેડિશનલ કુર્તો અને પાયજામો પહેર્યો હતો, જેમાં તેનો ડેશિંગ લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેના ડાન્સ મૂવ્સ જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.

એમ.એસ. ધોનીની ફેવરિટ સાદગી ફેન્સના દિલ જીતી ગઈ
ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન 'થાલા' મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાની સાદગી માટે જાણીતા છે અને તેમની દિવાળીની ઉજવણીમાં પણ એ જ સાદગીની ઝલક જોવા મળી હતી. ધોનીની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફેમિલી પોસ્ટ શેર કરી છે. આ ફોટોઝમાં ધોની આછા લીલા રંગના કુર્તામાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે સાક્ષી અને તેમની ક્યુટ દીકરી ઝીવા પણ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફેમિલી ફોટોઝ ફેન્સમાં ભારે પસંદ કરવામાં આવી રહ્યા છે.

Dhoni

ઝહીર ખાન, સુરેશ રૈના અને ચહલની ઝગમગતી દિવાળી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને ચેન્નઈ સુપર કિંગ્સના નવા કોચ ઝહીર ખાને પણ પોતાની પત્ની સાગરિકા ઘાટગે સાથે ખૂબ જ ટ્રેડિશનલ રીતે દિવાળી મનાવી હતી. બીજી તરફ, ભારતીય ટીમના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ પરિવાર સાથે દિવાળી ઉજવી હતી. રૈના કાળા રંગના કુર્તા-પાયજામામાં, જ્યારે તેમની પત્ની પ્રિયંકા સુંદર સલવાર સૂટમાં જોવા મળી હતી. આ ઉપરાંત, ભારતના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ પોતાની પત્ની ધનાશ્રી વર્મા અને પરિવાર સાથે દિવાળી સેલિબ્રેશનના સુંદર ફોટોઝ ચાહકો સાથે શેર કર્યા હતા.

Zaheer Khan Yuzvendra chahal  (1)

અન્ય ક્રિકેટરોએ કેવી રીતે મનાવી દિવાળી?
આ દિગ્ગજો ઉપરાંત, 'કિંગ' વિરાટ કોહલી હાલ પોતાની પત્ની અનુષ્કા શર્મા અને બંને બાળકો (વામિકા અને અકાય) સાથે લંડનમાં છે, જ્યાં તેમણે શાંતિપૂર્ણ રીતે પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. બીજી તરફ, ભારતીય કપ્તાન રોહિત શર્માએ મુંબઈમાં પોતાના ઘરે પત્ની રિતિકા અને દીકરી સમાયરા સાથે પૂજા કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. હાર્દિક પંડ્યાએ પણ પોતાના હોમટાઉન વડોદરામાં પરિવાર સાથે દિવાળીની પૂજા અર્ચના કરી હતી. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પૂરી થયા બાદ મોટાભાગના ભારતીય ખેલાડીઓ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને તહેવારોનો આનંદ માણી રહ્યા છે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મોટા પ્રવાસે જવા માટે રવાના થશે.

Suresh Raina
Tags:
ક્રિકેટરઉજવણીમહેન્દ્રસિંહધોનીરમતગમતફેન્સExclusive
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026