સંપાદકીય

ગળુ કાપતી દોરી માટે હત્યાનો ગુનો લાગશેઃ જો યોગી આ કરી શકે તો ભપેન્દ્રભાઇ તમે ના કરી શકો..?

9 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
ગળુ કાપતી દોરી માટે હત્યાનો ગુનો લાગશેઃ જો યોગી આ  કરી શકે તો ભપેન્દ્રભાઇ તમે ના કરી શકો..?

Strict Action Against Killer Manjha and Vulgar Songs: ગુજરાતમાં ઉતરાણના દિવસોમાં ચાઇનીઝ કે નાયલોન દોરીથી ગળા કપાઇને કેટલાય નિર્દોષ લોકો તેમાં પણ ખાસ કરીને વાહન ચાલકોના મોત થયા પરંતુ ગુજરાત સરકારે એવી દોરીથી કોઇ મરી જાય તો તેની સામે હત્યાનો (મર્ડર) કેસ લાગશે એવો સુધારો કરવાની હિંમત ન કરી શક્યા પણ યુપીમાં યોગી સરકારે એક જ ઝાટકે કહીં દીધુ કે આવી કાતિલ અને ગળુ કાપે માંજાવાળી દોરીથી જો કોઇનું મોત થયું તો દોરી રાખનાર અને ઉપયોગ કરનારની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવશે.

ગુજરાત સરકાર જનહિતમાં આવો સુધારો કરશે?
તેમની આ જાહેરાત ખરેખર આવકારદાયક અને જરૂરી છે. ગુજરાતમાં દર વર્ષે આવી ગળુ કાપી નાંખે એવી દોરીથી કેટલાય મરી ગયા. કેટલાય ઇજાગ્રસ્ત બન્યા. પરંતુ કોઇ કડક કાર્યવાહી થઇ હોય એવુ સાર્વજનિક નથી. માછીમારી માટેની જાળ બનાવવા વપરાતી નાયલોન દોરી બનાવવાની ફેક્ટરીમાં ગળુ કાપી નાંખે એવી જીવલેણ દોરી બનાવવામાં આવતી હતી પોલીસે લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતા. કોઇ સજા થઇ નથી. ગુજરાત કે જ્યાં આખા દેશમાં સૌથી વધુ પતંગો ઉડાડવામાં આવે છે તે રાજ્યની સરકારે વહેલામાં વહેલી તકે, ગળુ કાપે એવી ચાઇનીઝ દોરી બનાવનાર, વેચનારની સામે હત્યાનો ગુનો નોંધવાનો સુધારો કરવો જોઇએ. જેથી આગામી ઉતરાણના દિવસોમાં કોઇનું ગળુ ન કપાય. શું ગુજરાત સરકાર જનહિતમાં આવો સુધારો કરશે..?

બિહારમાં અશ્લીલ ગીત-સંગીત પર પ્રતિબંધ
બીજી તરફ બિહારમાં અશ્લીલ ગીત-સંગીત પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણયને મુઝફ્ફરપુરના લોકોએ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અશ્લીલ સંગીત વગાડવા સામે કડક કાર્યવાહીની જાહેરાત કર્યા બાદ, જનતા, ખાસ કરીને મહિલાઓ, આ નિર્ણયથી ખૂબ ખુશ છે.

સમાજ પર નકારાત્મક અસર
મુઝફ્ફરપુર સહિત સમગ્ર બિહારના લોકોનું કહેવું છે કે તહેવારો અને જાહેર કાર્યક્રમો દરમિયાન અશ્લીલ અને દ્વી-અર્થવાળા ગીતો વગાડવાથી સમાજ પર નકારાત્મક અસર પડે છે. તેથી, આ સરકારી કાર્યવાહી જરૂરી માનવામાં આવે છે. દેખાદેખી અને વિદેશી અસર હેઠળ સરસ્વતી પૂજા, હોળી અને અન્ય તહેવારો દરમિયાન જે રીતે અશ્લીલ ગીતો ખુલ્લેઆમ વગાડવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટું છે.

પંજાબમાં પણ અશ્લીલ ગીતો પર પ્રતિબંધ મૂકવો મહત્વપૂર્ણ
સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવો એ સમાજને યોગ્ય દિશામાં લઇ જનારૂ બિહારના લોકોએ આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તે ખાસ કરીને મહિલાઓ માટે વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ બનાવવા તરફ એક સકારાત્મક પગલું છે. પંજાબમાં પણ આવા અશ્લીલ ગીતો પર પ્રતિબંધ મૂકવો અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણય માટે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અભિનંદનને પાત્ર છે. આ નિર્ણય તહેવારો અને જાહેર કાર્યક્રમો દરમિયાન શિષ્ટાચાર જાળવી રાખશે અને સામાજિક વાતાવરણમાં સુધારો કરશે.

પંજાબની પોતાની આગવી લોકસંસ્કૃતિ અને રીતરિવાજ છે
પંજાબમાં પણ ખરાબ ગીતોનું એક વલણ છેલ્લાં કેટલાય સમયથી છે જેમાં ગાળ બોલવામાં આવે છે. આવા ગીતો લગ્ન પ્રસંગે ડીજે પર જોરશોરથી વાગે ત્યારે સાંભળનારને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ જવુ પડતું હોય છે. ગુજરાતમાં એક સમયે પંજાબી ગાયક હનીસિંહના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો હતો. કેમ કે તેમના ગીતોમાં અશ્લિલતા ભરેલ હોય છે. પંજાબનો લોકો તેને કઇ રીતે ચલાવી લે છે તે એક સવાલ છે. પંજાબની પણ પોતાની આગવી લોકસંસ્કૃતિ અને રીતરિવાજ છે. જેમાં અશ્લિલતાનો ક્યાંય કોઇ ઉલ્લેખ કે સમાવેશ થતો નથી. અને થઇ શકે પણ નહીં. પરંતુ હનીસિંહ અને અન્ય એવા ગાયકો કે જે પોતાને લોકગાયકો ગણાવે છે તેઓ ગીતોના આલબ્મમાં અશ્લિલતા જ પીરસે છે. બિહારની જેમ પંજાબ સરકારે પણ આવી ગીતો અને અશ્લિલ નાચ-ગાન પર પ્રતિબંધ મૂકવુ જોઇએ.

Tags:
Political Pressureરાજકીય દબાણString Dangerડોરી નો ખતરોStrict Action
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026