મારું ગુજરાત

ઘર ઘર સ્વદેશીની ગુંજ: અમરેલીમાં 100 સ્ટોલ્સ સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોનો દબદબો

20 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
ઘર ઘર સ્વદેશીની ગુંજ: અમરેલીમાં 100 સ્ટોલ્સ સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોનો દબદબો

Women entrepreneurs dominate Amreli: અમરેલી ખાતે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના નવા અવસરો ઊભા કરવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર અને સ્વરોજગારના સમન્વયથી મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સમગ્ર રાજ્યમાં 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં અમરેલી શહેર પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. અમરેલી શહેરમાં નૂતન હાઇસ્કૂલના મેદાનમાં આ ભવ્ય મેળાનો શુભ પ્રારંભ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેથી અન્ય મહિલાઓને પણ આગળ વધવા માટે પ્રેરણા મળે. મહિલાઓના સન્માન અને સશક્તિકરણનો આ કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.

સ્વદેશી ઉત્પાદનો સહિત વિવિધ વસ્તુઓ પ્રદર્શિત
આ મેળામાં સ્વ-સહાય જૂથોની મહિલાઓ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અંદાજે 100 જેટલા સ્ટોલ પ્રદર્શન અને વેચાણ માટે રાખવામાં આવ્યા છે. આ સ્ટોલોમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઘરઉદ્યોગની વસ્તુઓ, હસ્તકલા, ખાદ્યપદાર્થો, સ્વદેશી ઉત્પાદનો સહિત વિવિધ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. મેળાના માધ્યમથી મહિલાઓને ઘરબેઠા પોતાની બનાવટોનું માર્કેટિંગ અને સીધું વેચાણ કરવાની સુવ્યવસ્થિત તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યમંત્રીશ્રીએ અમરેલીના નાગરિકોને આ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવા મેળાઓ માત્ર ખરીદ-વેચાણ પૂરતા સીમિત નથી, પરંતુ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી સ્થાનિક ઉદ્યોગો અને મહિલાઓની આવકમાં વધારો થશે.

સ્વ-સહાય જૂથોની મહિલાઓ હાજર રહી
આ કાર્યક્રમ દરમિયાન સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી કંચનબેન ડેર, શ્રી વિપૂલભાઈ દૂધાત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અર્પણ ચાવડા, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના અધિકારીશ્રી છાયાબેન ટાંક સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અગ્રણીશ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી વિજયભાઈ ચોટલીયા, શ્રી જીતુભાઈ ડેર, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથોની મહિલાઓ હાજર રહી હતી.

આર્થિક રીતે મજબૂત બની શકે છે
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને રોજગારીના અવસરો સર્જવા સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. 'સશક્ત નારી મેળા' જેવા કાર્યક્રમો દ્વારા મહિલાઓને પોતાની કાબેલિયત દર્શાવવાનો મંચ મળે છે અને તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે છે. સાથે જ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને પ્રચારથી સ્થાનિક અર્થતંત્રને પણ બળ મળે છે. આ મેળો મહિલા સશક્તિકરણ અને સ્વદેશી વિચારધારાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.

Tags:
GujaratગુજરાતBusinessવ્યાપારStalls
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026