મારું ગુજરાત

હિટલરનો આતંક અને જામનગરનો આશરો: PM મોદીએ કયો દટાયેલો ઇતિહાસ ખોલ્યો?

26 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
હિટલરનો આતંક અને જામનગરનો આશરો: PM મોદીએ કયો દટાયેલો ઇતિહાસ ખોલ્યો?

PM Modi Israel parliament: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલની સંસદ નેસેટમાં સંબોધન દરમિયાન ગુજરાતના જામ સાહેબ દ્વારા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આપવામાં આવેલી માનવતાભરી શરણની ઘટનાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે હોલોકોસ્ટ માનવ ઇતિહાસનું અંધકારમય પ્રકરણ હતું, છતાં પણ તે સમયગાળા દરમિયાન માનવતા જીવંત રહી હતી, જેનો અનોખો દાખલો ગુજરાતના નવાનગરના મહારાજા હતા.

જામ સાહેબની માનવતા: 'ધ ગુડ મહારાજા'
દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા, જેમને જામ સાહેબ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે 1940ના દાયકામાં પોલેન્ડના આશરે 500 મહિલાઓ અને 200 બાળકોને બાલાછડી (જામનગર નજીક) આશ્રય આપ્યો હતો. તે સમયગાળા દરમિયાન એડોલ્ફ હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી હતી. યુદ્ધની ભયાનક પરિસ્થિતિમાં અનેક દેશોએ શરણ આપવા ઇનકાર કર્યો હતો, પરંતુ જામ સાહેબે પોતાના રાજ્યના દરવાજા ખોલી દીધા. બાલાછડી ખાતે શરણાર્થી કેમ્પ સ્થાપી નવ વર્ષ સુધી તેમના ભોજન, રહેવા અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. બાળકોને સ્થાનિક સૈનિક શાળામાં ભણાવવાની સુવિધા પણ અપાઈ. પોલેન્ડ પરત ફર્યા બાદ પણ આ બાળકો જામ સાહેબને 'ધ ગુડ મહારાજા' તરીકે યાદ કરે છે.

આતંકવાદ પર સ્પષ્ટ વલણ
મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ ફરી દોહરાવી. તેમણે જણાવ્યું કે આતંકવાદ મુદ્દે બેવડું વલણ સહન નહીં કરવામાં આવે. ભારત ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિનો સમર્થક છે અને અબ્રાહમ એકકોર્ડ્સને પણ સમર્થન આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત અને ઇઝરાયેલના સંબંધો લગભગ 2000 વર્ષ જૂના છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હાઇફાની લડાઈમાં આશરે 4000 ભારતીય સૈનિકોએ શહીદી વ્હોરી હતી, જે બંને દેશોના ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવે છે.

ભારત-ઇઝરાયેલ સંબંધોની ઐતિહાસિક કડી
ભારતમાં યહૂદી સમુદાયે સદીઓથી નિર્ભય રીતે જીવન વ્યતીત કર્યું છે અને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. મોદીએ આ વાત પર ભાર મૂકતા કહ્યું કે યહૂદી નરસંહારનો ઇતિહાસ કાળો છે, પરંતુ ભારત હંમેશા માનવતા અને સહઅસ્તિત્વના મૂલ્યો પર અડગ રહ્યું છે. જામ સાહેબની ઘટના માત્ર ઐતિહાસિક કિસ્સો નથી, પરંતુ તે ભારતની સંસ્કૃતિમાં રહેલા કરુણા અને સહિષ્ણુતાના મૂલ્યોનો જીવંત પુરાવો છે, જેને વડાપ્રધાન મોદીએ વૈશ્વિક મંચ પર ફરી ઉજાગર કર્યા.

Tags:
Jamnagar Royal Familyજામનગર રાજવી પરિવારIndian Historyભારતીય ઇતિહાસHolocaust
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026