મારું ગુજરાત

વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક, ગુજરાતની અનેક ટ્રેનો રદ, સમયપત્રકમાં મોટા ફેરફાર

20 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક, ગુજરાતની અનેક ટ્રેનો રદ, સમયપત્રકમાં મોટા ફેરફાર

Western Railway construction update: ગુજરાત સહિત પશ્ચિમ ભારતના રેલ મુસાફરો માટે પશ્ચિમ રેલવે તરફથી એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. મુંબઈના કાંદિવલી અને બોરીવલી રેલવે સેક્શન વચ્ચે ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યને ઝડપથી પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 20 ડિસેમ્બર,2025થી સતત 30 દિવસનો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોક દરમિયાન છઠ્ઠી રેલવે લાઇનના નિર્માણ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવશે, જેના કારણે લોકલ તેમજ લાંબા અંતરની ટ્રેન સેવાઓ પર વ્યાપક અસર થવાની શક્યતા છે.

લોકલ ટ્રેનો ઉપરાંત અનેક એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર
રેલવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ લાંબા સમયના બ્લોકને કારણે મુંબઈની લોકલ ટ્રેનો ઉપરાંત ગુજરાત તરફ આવતી-જતી અનેક એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવો ફરજિયાત બન્યો છે.જાહેર કરાયેલા ટ્રાફિક વર્ક ઓર્ડર મુજબ,કેટલીક ટ્રેનોને તેમના મૂળ ગંતવ્ય સ્ટેશન સુધી પહોંચાડવામાં નહીં આવે અને તેમને મધ્યવર્તી સ્ટેશનો પર જ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે. કેટલીક ટ્રેનોના પ્રારંભિક સ્ટેશનમાં પણ ફેરફાર કરવામાં આવશે, જ્યારે કેટલીક સેવાઓને સંપૂર્ણપણે રદ કરવાની ફરજ પડશે. આ સિવાય, ટ્રાફિકને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે કેટલીક ટ્રેનોને નિયંત્રિત કરવામાં આવશે, એટલે કે તેઓને નિર્ધારિત સમય કરતાં લેટ ચલાવવામાં આવશે. કેટલીક ટ્રેનોને રિશિડ્યુલ કરીને નવા સમયપત્રક મુજબ દોડાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે કેટલીક પસંદગીની લાંબા અંતરની ટ્રેનો બોરીવલી સ્ટેશન પર તેમનો નક્કી કરેલો હોલ્ટ પણ સ્કીપ કરશે અને ત્યાં ઊભી નહીં રહે.

વિકલ્પરૂપ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી
મુસાફરોને થતી અસુવિધા ઘટાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિકલ્પરૂપ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જે ટ્રેનો બોરીવલી સ્ટેશન પર નહીં ઊભી રહે, તેવી કેટલીક ટ્રેનોને વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવશે, જેથી મુસાફરોને ચઢવા-ઉતરવામાં સહેલાઈ રહે.રેલવેનું કહેવું છે કે, આ વૈકલ્પિક વ્યવસ્થા મુસાફરો માટે રાહતરૂપ સાબિત થશે.

તમામ ફેરફારો અંગેની વિગતવાર માહિતી પરિશિષ્ટો સ્વરૂપે જાહેર
પશ્ચિમ રેલવેએ આ તમામ ફેરફારો અંગેની વિગતવાર માહિતી પરિશિષ્ટો સ્વરૂપે જાહેર કરી છે. તેમાં રદ થયેલી ટ્રેનો, શોર્ટ-ટર્મિનેટ થનારી સેવાઓ,રિશિડ્યુલ અને નિયંત્રિત ટ્રેનોની સંપૂર્ણ યાદી તેમજ બોરીવલી હોલ્ટ સ્કીપ કરનારી અને વસઈ રોડ અથવા અંધેરી પર વધારાનો સ્ટોપ મેળવનારી ટ્રેનોની વિગતો સામેલ છે. રેલવે તંત્ર દ્વારા તમામ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ 30 દિવસના બ્લોક દરમિયાન મુસાફરીની યોજના બનાવતા પહેલા ટ્રેનનું અપડેટેડ સમયપત્રક અવશ્ય તપાસી લે. સત્તાવાર રેલવે વેબસાઇટ, હેલ્પલાઈન અથવા જાહેર સૂચનાઓ દ્વારા સતત માહિતી મેળવતા રહેવા પણ સલાહ આપવામાં આવી છે, જેથી અનાવશ્યક તકલીફથી બચી શકાય.

Tags:
Railway Scheduleરેલવે શેડ્યુલGujarat Newsગુજરાત સમાચારTrain Alert
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026