મારું ગુજરાત

વલસાડમાં સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાઈ, 3 યુવકોના મોત, 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

18 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
વલસાડમાં સ્વીફ્ટ કાર ઝાડ સાથે અથડાઈ, 3 યુવકોના મોત, 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Valsad car accident: ગુજરાતના હાઈવે અને મુખ્ય માર્ગો પર થતા અકસ્માતોની શ્રેણીમાં વલસાડ જિલ્લામાં વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ઉમરગામ નજીક સંજાણ-ભીલાડ રોડ પર ગુરુવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્વીફ્ટ કાર અચાનક બેકાબૂ બની ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર પાંચ યુવકોમાંથી ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઉમરગામ તરફ જતા સમયે કાર બની અકસ્માતનો ભોગ
મળતી માહિતી મુજબ, પાંચ જેટલા યુવકો સ્વીફ્ટ કારમાં વાપીથી ઉમરગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સંજાણ-ભીલાડ માર્ગ પર કારની ઝડપ વધુ હોવાના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું અને અંદર સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્રણ યુવકોના મોત, બેને હોસ્પિટલ ખસેડાયા
અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઉમરગામ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, પાંચમાંથી ત્રણ યુવકોના મોત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અન્ય બે યુવકોને તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકો યુપીના, પોલીસે તપાસ શરૂ કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણેય યુવકો ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક યુવક ઉમરગામનો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કારની ઝડપ, અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandanઅતિ ગંભીરNational Highway AccidentValsad Updates
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026