મારું ગુજરાત

વડોદરા પોલીસની બર્બરતા: ટ્રાફિકના નજીવા વિવાદમાં યુવકને ઢોર માર માર્યો, ગુપ્ત ભાગોમાં ઈજા પહોંચાડી હોવાનો ગંભીર આક્ષેપ

3 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
વડોદરા પોલીસની બર્બરતા: ટ્રાફિકના નજીવા વિવાદમાં યુવકને ઢોર માર માર્યો, ગુપ્ત ભાગોમાં ઈજા પહોંચાડી હોવાનો ગંભીર આક્ષેપ

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં ખાખી વર્દીને લાંછન લગાડતી એક અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. શહેરના સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પર એક યુવકને અટકાયતમાં લઈ, જાનવરની જેમ ફટકારી, તેના ગુપ્ત ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. નંબર પ્લેટ વગરના બુલેટ જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ પોલીસની ક્રૂરતાનું સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે.

નંબર પ્લેટ અને સાયલેન્સરના વિવાદમાં પોલીસનો કહેર
માંજલપુર વિસ્તારમાં રહેતો 30 વર્ષીય કૌશલસિંહ જાટ આજે સવારે પોતાના બુલેટ પર દાંડિયા બજાર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. અકોટા બ્રિજ પાસે ઉભેલા પશ્ચિમ વિભાગ ટ્રાફિક શાખાના ત્રણ પોલીસકર્મીઓએ તેને અટકાવ્યો હતો. યુવકના બુલેટ પર નંબર પ્લેટ નહોતી અને મોડિફાઈડ સાયલેન્સર હતું. યુવકનો આક્ષેપ છે કે તે કાયદેસરનો દંડ ભરવા તૈયાર હતો, તેમ છતાં પોલીસકર્મીઓએ દાદાગીરી કરી તેની ચાવી ખેંચી લીધી હતી. આ મામલે બોલાચાલી થતા પોલીસે કૌશલસિંહને પોલીસ વેનમાં નાખી ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.

પોલીસ સ્ટેશનમાં 'થર્ડ ડિગ્રી' અત્યાચાર
યુવક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અત્યંત ચોંકાવનારા છે. ઈજાગ્રસ્ત કૌશલસિંહના જણાવ્યા મુજબ, તેને સયાજીગંજ ટ્રાફિક શાખાની કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એસીપી (ACP) અને અન્ય કોન્સ્ટેબલોની હાજરીમાં તેને લાકડાના દંડા વડે બેરહેમીથી ફટકારવામાં આવ્યો હતો. યુવકે આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મીઓએ તેને જમીન પર સુવડાવી દીધો હતો અને તેની છાતી પર ચઢી ગયા હતા. આટલેથી સંતોષ ન માનતા, પોલીસે તેના ગુપ્ત ભાગો (Private Parts) પર દંડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હાલમાં યુવક સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના શરીર પર લાકડીઓના મારના ઘાટા ચામઠા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

એસીપીનો બચાવ: "યુવકે પોલીસનો કોલર પકડ્યો હતો"
બીજી તરફ, ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસે આ મામલે પોલીસનો બચાવ કરતા અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, "તે ગાડીને નંબર પ્લેટ નહોતી, ચાલક હેલ્મેટ વગર મોબાઈલ પર વાત કરતો હતો. જ્યારે મારા કમાન્ડોએ તેને અટકાવ્યો ત્યારે તે 'તું-તારી' કરીને માથાકૂટ કરવા લાગ્યો હતો." એસીપીએ સ્વીકાર્યું હતું કે ઝપાઝપી દરમિયાન પોલીસે 'બે દંડા' માર્યા હશે, પરંતુ યુવકે પોલીસનો કોલર પકડી લીધો હોવાથી અને વધુ ઉગ્ર બનતો હોવાથી તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેમણે એમ પણ ઉમેર્યું કે યુવકના પરિવારજનો પણ પોલીસ સ્ટેશને આવીને ઘર્ષણ કર્યું હતું.

ન્યાયની માંગ: પોલીસ સામે ફરિયાદની તૈયારી
પોલીસના આ કથિત અત્યાચારને પગલે યુવકના પરિવારમાં ભારે રોષ છે. પુત્રના શરીર પરના ઈજાના નિશાનો જોઈને પરિવારે જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી છે. એક સામાન્ય ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ કોઈ નાગરિકને જાનવરની જેમ માર મારવો અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવું એ પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. બીજી તરફ, પોલીસ પણ સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને હુમલા અંગે યુવક સામે વળતી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે.

Tags:
Demand for Justiceન્યાયની માંગGujarat Policeગુજરાત પોલીસPolice Investigation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026