મારું ગુજરાત

નિવૃત્ત DySPનો પુત્ર ખુલ્લી ગટરમાં ખાબક્યો, તંત્રની બેદરકારીથી યુવકનું મોત

27 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
નિવૃત્ત DySPનો પુત્ર ખુલ્લી ગટરમાં ખાબક્યો, તંત્રની બેદરકારીથી યુવકનું મોત

Vadodara open drain death: વડોદરાના માંજલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ તંત્રની ગંભીર બેદરકારી એક યુવાનના જીવ પર ભારે પડી હોવાની કરુણ ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ખુલ્લી અને ઊંડી ગટરમાં પડી જવાથી એક યુવાનનું મોત થયું છે. મૃતક યુવાનનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે, જે નિવૃત્ત DySPનો પુત્ર હતો.

શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો અનુસાર, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની નજીક ડ્રેનેજ અને પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. કામ પૂર્ણ ન હોવા છતાં ત્યાં મોટી પાઇપો ગોઠવેલી હતી અને નજીકમાં લારીઓ પણ ઊભી રાખવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ હતી કે અંદાજે 30 ફૂટ ઊંડી ગટર ખુલ્લી રાખવામાં આવી હતી, પરંતુ યોગ્ય બેરિકેડ, લાઇટિંગ કે સ્પષ્ટ ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા. અંધારાના કારણે રસ્તેથી પસાર થતા લોકોને ખુલ્લી ગટર દેખાઈ શકતી ન હતી.

સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી
આ દરમિયાન વિપુલસિંહ ઝાલા ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેની સાથે એક મહિલા પણ હાજર હતી. અચાનક પગ લપસી જતા વિપુલસિંહ સીધો ખુલ્લી ગટરમાં ખાબકી ગયો. યુવક ગટરમાં પડતા જ તેની સાથેની મહિલાએ બૂમાબૂમ કરી, જેથી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી. લગભગ અડધો કલાક બાદ દોરડા અને સાધનોની મદદથી યુવકને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ત્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો.

તંત્રની જવાબદારી પર ગંભીર પ્રશ્નો
આ ઘટના મ્યુનિસિપલ તંત્રની જવાબદારી અને કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વિકાસના નામે ચાલી રહેલી કામગીરી દરમિયાન નાગરિકોની સુરક્ષા માટેના મૂળભૂત નિયમોનું પાલન કેમ થતું નથી, તે અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-સાસણ રોડ પર પણ આવી જ બેદરકારી સામે આવી હતી, જ્યાં ખુલ્લી ગટરમાં ચાલતા-ચાલતા એક 10 વર્ષનું બાળક પડી ગયું હતું. સદનસીબે સ્થાનિક લોકોએ સમયસર બચાવ કરતા બાળકનો જીવ બચી ગયો હતો.

જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ
વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર તરફથી કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. હવે લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

Tags:
PublicSafetyGujaratGujaratAdministrationગુજરાતતંત્રThisIsVadodaraઆવડોદરાછે
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026