મારું ગુજરાત

વડોદરાના ગોરવા વિસ્તારમાં બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ: આકાશ કાળા ડિબાગ ધુમાડાથી છવાયું, રહેણાંક વિસ્તાર ખાલી કરાવવો પડ્યો

24 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
વડોદરાના ગોરવા વિસ્તારમાં બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ: આકાશ કાળા ડિબાગ ધુમાડાથી છવાયું, રહેણાંક વિસ્તાર ખાલી કરાવવો પડ્યો

Vadodara Gorwa Battery Godown Fire: વડોદરાના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલી કાર અને બાઈકની બેટરીના એક ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. બેટરી અને કેમિકલ યુક્ત સામગ્રી હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા અને આખું આકાશ કાળા ડિબાગ ધુમાડાથી ભરાઈ ગયું હતું.

પાંચ ફાયર સ્ટેશનની ટીમો મેદાનમાં
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ એક્શન મોડમાં આવ્યું હતું. શરૂઆતમાં ટીપી-13 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગની ગંભીરતા જોતા વડીવાડી, વાસણા, GIDC, પાણીગેટ અને ERC ફાયર સ્ટેશન સહિત કુલ પાંચથી સાત ફાયર ફાઈટરોની ટીમોને રવાના કરવામાં આવી હતી. ત્રણ મોટા પાણીના ટેન્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

રેસિડેન્શિયલ એરિયા ખાલી કરાવાયો
આગ 'પ્રકૃતિ ઈન્ફોકેમ' નામના ગોડાઉનમાં લાગી હતી, જ્યાં મોટી માત્રામાં ઇલેક્ટ્રિક બેટરી, પેપર અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ હતો. ફાયર ઓફિસર જયદીપે જણાવ્યું હતું કે, "ગોડાઉનની આસપાસ ગીચ સોસાયટીઓ અને રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી ધુમાડો ઘરોમાં પ્રસરવા લાગ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે આજુબાજુની સોસાયટીઓને એક તરફથી ખાલી કરાવવામાં આવી હતી જેથી કોઈને ગૂંગળામણ કે જાનહાનિ ન થાય."

પતરાં તોડીને ધુમાડાનું વેન્ટિલેશન કરાયું
ફાયર ફાઈટિંગ દરમિયાન સૌથી મોટો પડકાર ગોડાઉનની છત પર રહેલા પતરાં હતા. અંદર ભરાયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શકતો ન હોવાથી ફાયરના જવાનોએ પતરાં તોડીને વેન્ટિલેશનની જગ્યા કરી હતી. સ્મોક મેનેજમેન્ટ કર્યા બાદ અંદર પ્રવેશીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો, જેના કારણે બાજુમાં આવેલા અન્ય ગોડાઉનોમાં આગ પ્રસરે તે પહેલા જ તેને અટકાવી દેવામાં આવી હતી.

બેટરીનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ
આ ભયાનક આગમાં બેટરીનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે સત્તાવાર તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. સદનસીબે, આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે વહીવટીતંત્ર માટે રાહતની વાત છે.

Tags:
FireIncidentBreakingNewsGujaratVADODARAફાયર બ્રિગેડ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026