મારું ગુજરાત

વડોદરા ફાયર વિભાગની મોટી બેદરકારી: PM મોદીના બંદોબસ્તમાં મોકલાયા વીમા અને PUC વગરના વાહનો!

27 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
વડોદરા ફાયર વિભાગની મોટી બેદરકારી: PM મોદીના બંદોબસ્તમાં મોકલાયા વીમા અને PUC વગરના વાહનો!

Vadodara Fire Department: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ કામ કરતા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગના અધિકારીઓની કાર્યશૈલી સામે હાલમાં ભારે સવાલો ઉઠી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આવેલા એકતા નગરની મુલાકાતે આવવાના છે. આ વીવીઆઈપી પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જ વડોદરાથી ફાયર વિભાગના ખાસ વાહનો પણ કેવડિયા રવાના કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાહનો મોકલવામાં થયેલી મોટી લાપરવાહીએ સૌને ચોંકાવી દીધા છે.

દસ્તાવેજો તપાસ્યા વગર જ વાહનો મોકલી દેવાયા
મળતી માહિતી મુજબ, વડોદરાથી કેવડિયા બંદોબસ્ત માટે મોકલવામાં આવેલા ચારેય ફાયર વાહનોના જરૂરી દસ્તાવેજોની મુદત પહેલેથી જ પૂરી થઈ ચૂકી હતી. આ તમામ વાહનોનું વીમા પ્રમાણપત્ર (Insurance) અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) એક્સપાયર થઈ ગયું હોવા છતાં જવાબદાર અધિકારીઓએ કોઈ જ તપાસ કર્યા વગર તેને ફરજ પર રવાના કરી દીધા હતા. કોઈ પણ સરકારી વાહનને બહાર મોકલતા કે ઉપયોગમાં લેતા પહેલા તેના તમામ કાગળો અને પાસિંગ ચકાસવા અત્યંત અનિવાર્ય હોય છે, પરંતુ અહીં અધિકારીઓની આખી ટીમે મોટી બેદરકારી દાખવી છે.

કટોકટી સેવા આપતા વિભાગની આદત સામે સવાલો
સુરક્ષા અને કટોકટીના સમયમાં સામાન્ય જનતાની રક્ષા કરવાની જવાબદારી જે વિભાગના માથે છે, તે જ ફાયર વિભાગના પોતાના વાહનો ટ્રાફિક અને વાહન વ્યવહારના સામાન્ય નિયમોનું પાલન કરતા નથી. જો કોઈ કટોકટી કે ઈમરજન્સી સર્જાય ત્યારે આવા સરકારી વાહનો રસ્તા પર હોય અને તેના કાગળો વેલિડ ન હોય, તો તે તંત્રની ગંભીર લાપરવાહી દર્શાવે છે. જવાબદાર અધિકારીઓની આ પ્રકારની ઘોર બેદરકારીના કારણે હવે સમગ્ર વડોદરા ફાયર વિભાગની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો લાગી રહ્યા છે.

સામાન્ય પ્રજા માટે કાયદો અને તંત્ર માટે છૂટ?
આ સમગ્ર મામલે નાગરિકોમાં ભારે રોષ અને ચર્ચા જોવા મળી રહી છે. જો રસ્તા પર સામાન્ય નાગરિકો પોતાનું વાહન લઈને નીકળે અને ગાડીનું પીયુસી કે વીમો પૂરો થઈ ગયો હોય, તો ટ્રાફિક પોલીસ દ્વારા તુંરત જ ભારેખમ દંડ વસૂલવામાં આવે છે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તો પછી સવાલ એ થાય છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? જ્યારે સરકારી વિભાગો ખુદ આવા નિયમોની ધજાગરા ઉડાવતા હોય ત્યારે જવાબદાર અધિકારીઓ સામે તંત્ર દ્વારા શું શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું.

Tags:
Latest Gujarati NewsFire Tender DocumentsCivic Apathy GujaratTraffic Rules ViolationVadodara Municipal Corporation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026