મારું ગુજરાત

વડોદરા નજીક ડ્રેનેજ ચેમ્બરમાં દુર્ઘટના, બે કર્મચારીઓના કરુણ મોત

14 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
વડોદરા નજીક ડ્રેનેજ ચેમ્બરમાં દુર્ઘટના, બે કર્મચારીઓના કરુણ મોત

Vadodara drainage accident: વડોદરા શહેર નજીક આવેલ અણખોલ ગામની સીમમાં ડ્રેનેજ લાઈનની ચેમ્બરમાં ઉતરતા બે કર્મચારીઓના કરુણ મોત થતાં વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર ગટર લાઈન ચોકઅપ થતાં તેની તપાસ કરવા લાઈનમેન ચેમ્બરમાં ઉતર્યા હતા. તે દરમિયાન ઝેરી વાયુના પ્રભાવને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને બચાવવા પ્રોજેક્ટ મેનેજર પણ ચેમ્બરમાં ઉતર્યા, પરંતુ તેઓ પણ બેભાન થઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી.

બે કર્મચારીઓના મોત
મૃતકોમાં મહેસાણાની જ્યંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા અને લાઈનમેન અક્ષયનો સમાવેશ થાય છે. બંને કંપની તરફથી ચાલી રહેલા ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટ હેઠળ કામગીરી સંભાળી રહ્યા હતા. ઘટનાની જાણ થતા અન્ય કામદારો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢ્યા હતા. બેભાન હાલતમાં પ્રોજેક્ટ મેનેજરને સયાજી હોસ્પિટલ ખાતે અને લાઈનમેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

ચેકિંગ દરમિયાન આ દુર્ઘટના બની
માહિતી મુજબ અણખોલથી ખટંબા થઈ કપુરાઈ એસટીપી સુધી આશરે 18 કિલોમીટર લાંબી ડ્રેનેજ નેટવર્ક લાઈનનું કામ ચાલી રહ્યું હતું. અંદાજિત રૂ. 15 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પ્રગતિ પર હતો અને તેની અંદાજિત 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી. હિમાલય પાર્ટી પ્લોટ નજીક આવેલી ડ્રેનેજ ચેમ્બરમાં ચેકિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી.

ચેમ્બરમાં ઝેરી વાયુ એકત્રિત થયો હોવાની શક્યતા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગટર લાઈન ચોકઅપ થવાને કારણે નિયમિત ચેકિંગ અને મેન્ટેનન્સ માટે કર્મચારીઓ ચેમ્બરમાં ઉતર્યા હતા. પ્રાથમિક અંદાજે ચેમ્બરમાં ઝેરી વાયુ એકત્રિત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યોગ્ય સુરક્ષા સાધનો, ગેસ ચેકિંગ સાધનો અને વેન્ટિલેશનની વ્યવસ્થા હતી કે નહીં તે મુદ્દે પણ પ્રશ્નો ઊભા થયા છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ
આ સમગ્ર મામલે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને કામદારોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

Tags:
Sanitation Workerસ્વચ્છતાકર્મી#DrainageSafety#ડ્રેનેજસુરક્ષા#વડોદરાન્યૂઝ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026