મારું ગુજરાત

7 વર્ષનો માસૂમ પ્રસાદ લેવા ગયો ને બસના દરવાજે લટકતો મળ્યો, વડોદરાના કારખાનામાં ઊભેલી લક્ઝરી બસમાં ખૌફનાક કાંડ

20 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
7 વર્ષનો માસૂમ પ્રસાદ લેવા ગયો ને બસના દરવાજે લટકતો મળ્યો, વડોદરાના કારખાનામાં ઊભેલી લક્ઝરી બસમાં ખૌફનાક કાંડ

Vadodara bus door child death: વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસ નજીક આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય માસૂમ બાળક દિવ્યેશનું ગળું ફસાઈ જતાં કરૂણ મોત નિપજ્યું છે. બીજા ધોરણમાં અભ્યાસ કરતો દિવ્યેશ સવારે શાળાએથી ઘરે આવ્યા બાદ પ્રસાદ લેવા જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ, થોડા જ સમયમાં તેનો મૃતદેહ બસના ઓટોમેટિક દરવાજા વચ્ચે ફસાયેલી હાલતમાં મળી આવતાં શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિકોની મદદથી બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવ સમયના જ 15 મિનિટના સીસીટીવી ગાયબ થતાં શંકા ઘેરાઈ
આ સમગ્ર દર્દનાક બનાવમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકના મૃત્યુ પહેલાંના અને પછીના તમામ ફૂટેજ ઉપલબ્ધ છે પરંતુ, જે 15 મિનિટના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો તે જ સમયના અત્યંત મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ ગાયબ છે. કારખાનાના સંચાલકો દ્વારા તે સમયે વીજળી ગુલ થઈ ગઈ હોવાનું બહાનુ રજૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ, બરાબર ઘટનાના સમયે જ પાવર કટ થવો અને ફૂટેજ ન મળવાને કારણે આ અકસ્માત છે કે કોઈનું ષડયંત્ર તે અંગે અનેક આશંકાઓ સેવાઈ રહી છે.

ન્યાયની માંગ સાથે પોલીસે હાથ ધરી ઊંડાણપૂર્વકની તપાસ
મૂળ છોટાઉદેપુરના અને હાલ તરસાલી ખાતે બાયોગેસ કંપનીમાં નોકરી કરતા બાળકના પિતા રાકેશભાઈ રાઠવાએ પોતાના નિર્દોષ પુત્રને ન્યાય અપાવવા માટે CCTVની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. આ બનાવ અંગે જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો સયાજી હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. હાલમાં કપુરાઈ પોલીસે ગાયબ થયેલા 15 મિનિટના ફૂટેજ રિકવર કરવા માટે ફોરેન્સિક અને ટેક્નિકલ ટીમોની મદદ લઈને આગળની કાયદેસરની તપાસ ચાલુ કરી છે.

Tags:
News UpdateSafety ConcernsGujarat Policeક્રાઈમઅકસ્માત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026