મારું ગુજરાત

એક્ટિવા છે કે દારૂનું ગોડાઉન? ખૂણે-ખૂણામાંથી નીકળી 455 બોટલ, પોલીસ પણ ચકરાવે ચડી

6 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
એક્ટિવા છે કે દારૂનું ગોડાઉન? ખૂણે-ખૂણામાંથી નીકળી 455 બોટલ, પોલીસ પણ ચકરાવે ચડી

Vadodara Liquor Seized: વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતાં બે મોપેડમાંથી દારૂની 455 બોટલ ઝડપી પાડી છે. બુટલેગરોએ એક્ટિવાના અલગ-અલગ ભાગોમાં ચોરખાના બનાવી દારૂ છુપાવ્યો હતો. તપાસ દરમિયાન એક પછી એક બોટલો બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બંને મોપેડમાંથી કુલ ₹91 હજારની કિંમતની 455 દારૂની બોટલ, બે મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ ₹1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં છોટાઉદેપુરના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ડિક્કીથી લઈને સીટ સુધી દારૂ જ દારૂ!
પોલીસ તપાસ દરમિયાન મોપેડની ડિક્કી સહિત અલગ-અલગ જગ્યાએ દારૂ છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. કેટલાક ભાગોમાં એવી રીતે જગ્યા બનાવવામાં આવી હતી કે બહારથી જોતા વાહનમાં દારૂનો જથ્થો હોવાની શંકા પણ ન જાય. પોલીસે ચોરખાનામાંથી બોટલો બહાર કાઢવાનું શરૂ કરતાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો તમામ જથ્થો બહાર કાઢ્યા બાદ મોપેડ લગભગ ખાલી ખોખા જેવું દેખાતું હતું.

ગુપ્ત બાતમીના આધારે બંને મોપેડ રોક્યાં
બાપોદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બે એક્ટિવા મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી GJ-06-PM-5003 અને GJ-23-DB-7712 નંબરની બંને મોપેડને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને વાહનોમાંથી દારૂની કુલ 455 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી બંને શખ્સોને ઝડપી લીધા હતા.

છોટાઉદેપુરના બે શખ્સોની ધરપકડ
પોલીસે અલ્કેશ અરવિંદભાઈ રાઠવા, રહે. ખોરવાણીયા, તા.જી. છોટાઉદેપુર અને સુનિલ પ્રતાપભાઈ રાઠવા, રહે. લગામી, તા.જી. છોટાઉદેપુરની ધરપકડ કરી છે. બંને પાસેથી દારૂ, મોપેડ અને મોબાઈલ સહિત કુલ ₹1,41,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મહિલા બુટલેગરને માલ આપવાનો હતો?
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હોવાનું જણાવાયું છે કે દારૂનો આ જથ્થો વડોદરાના કોડકા ગામની લક્ષ્મીબેન અર્જુનભાઈ માળી નામની મહિલાએ મંગાવ્યો હતો. હાલ બાપોદ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો મુખ્ય સપ્લાયર કોણ છે અને માલ મંગાવનાર મહિલા સહિત અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.

Tags:
Gujarat CrimeActiva DaaruVadodara Liquorક્રાઈમ ન્યૂઝદારૂબંધીનો ભંગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026