મારું ગુજરાત

વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા પાકિસ્તાન મોકલ્યા હોવાનો ખુલાસો, આતંકીની પૂછપરછમાં ATSને મળી ચોંકાવનારી વિગતો

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા પાકિસ્તાન મોકલ્યા હોવાનો ખુલાસો, આતંકીની પૂછપરછમાં ATSને મળી ચોંકાવનારી વિગતો

Vadodara Terror Module: ગુજરાત ATS દ્વારા વડોદરામાંથી પકડાયેલા શંકાસ્પદ આતંકીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા અને વીડિયો પાકિસ્તાન પહોંચાડ્યા હતા. એટલું જ નહીં, આસામમાં આવેલા તેના ઘરેથી ATSની તપાસ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, જેહાદી પુસ્તકો અને ઉશ્કેરણીજનક લખાણ સહિતની અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.

આસામમાં આરોપીના ઘરેથી જૈશ-એ-મોહમ્મદનો ઝંડો મળ્યો
ગુજરાત ATSએ આરોપીના આસામ સ્થિત ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન તપાસ એજન્સીને જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, જેહાદી પુસ્તકો, મસૂદ અઝહરનું પુસ્તક અને જેહાદી લખાણ મળી આવ્યાં હતાં. આ વસ્તુઓના આધારે તપાસ એજન્સી આરોપીની ગતિવિધિઓ અને સંગઠન સાથેના કથિત જોડાણ અંગે વધુ તપાસ કરી રહી છે.

દેવબંદની મદરેસામાં કર્યો હતો અભ્યાસ
તપાસમાં એવી માહિતી સામે આવી છે કે આરોપીએ ઉત્તર પ્રદેશના દેવબંદની મદરેસામાં અભ્યાસ કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદમાં જોડાતા પહેલાં તેણે શપથ લીધા હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઉપરાંત તે ઇસ્લામિક મૂવમેન્ટમાં જોડાયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોસ્ટ અને બેંક એકાઉન્ટની વિગતો મંગાવાઈ
ATS દ્વારા આરોપીની પ્રવૃત્તિઓની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ માટે આરોપીની સોશિયલ મીડિયા પોસ્ટ અને બેંક એકાઉન્ટ સંબંધિત વિગતો મંગાવવામાં આવી છે. તપાસ એજન્સી તેના સંપર્કો, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત કડીઓની તપાસ કરી રહી છે. વડોદરા એરફોર્સ સ્ટેશનના ફોટા અને વીડિયો પાકિસ્તાન પહોંચાડવાના ખુલાસા બાદ તપાસ એજન્સીઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આરોપીની પૂછપરછ અને સર્ચ દરમિયાન મળેલી વસ્તુઓના આધારે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

Tags:
GujaratVandanTerror InvestigationAssam Search OperationJaish-e-MohammedPakistan Connection
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026