મારું ગુજરાત

શિક્ષણ જગતમાં ખળભળાટ: 782 પ્રાથમિક શિક્ષકોના બોગસ 'CCC' સર્ટિફિકેટ, સરકારે પોલીસ ફરિયાદનો આપ્યો આદેશ

11 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
શિક્ષણ જગતમાં ખળભળાટ: 782 પ્રાથમિક શિક્ષકોના બોગસ 'CCC' સર્ટિફિકેટ, સરકારે પોલીસ ફરિયાદનો આપ્યો આદેશ

Gandhinagar News: ગુજરાતની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં નોકરી મેળવ્યા બાદ ટ્રીપલ સી (CCC) પરીક્ષા પાસ ન કરી શકનારા 782 જેટલા શિક્ષકો સામે સરકારે કડક કાર્યવાહીના આદેશો જારી કર્યા છે. આ શિક્ષકોએ ઉચ્ચતર પગાર ધોરણ સહિતના અનેક સેવાકીય લાભો મેળવવા માટે ટ્રીપલ સી પરીક્ષાના બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. આ મામલો ધ્યાને આવતા સરકારે કમિટી રચી હતી, જેના રિપોર્ટના આધારે નાણા વિભાગની સૂચનાથી શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કર્યો છે, જેનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

છેતરપિંડી બદલ શિક્ષકો પાસેથી નાણાં વસૂલાશે
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને પત્ર લખીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, બોગસ સર્ટિફિકેટ રજૂ કરનારા આ તમામ 782 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવી. આ શિક્ષકો દ્વારા ટ્રીપલ સીના ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચતર પગાર ધોરણ, નોકરીમાં કાયમી નિમણૂક જેવા જે સેવાકીય લાભો મેળવ્યા છે, તે બદલ નાણાકીય રિકવરી પણ સત્વરે કરવામાં આવે. સરકારે આ કૃત્યને સરકાર સાથેની છેતરપિંડી અને વિશ્વાસઘાત ગણાવ્યો છે.

198 શિક્ષકોની સજા ઓછી ગણાતા પુનઃ વિચારણાની સૂચના
કુલ 782 પ્રાથમિક શિક્ષકો પૈકી 198 શિક્ષકોના કેસમાં અગાઉ તેઓને ભવિષ્યની અસર વિના ઈજાફા અટકાવવાની શિક્ષા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગે આ શિક્ષા ઓછી હોવાથી, તેના પર પુનઃ વિચારણા કરી તેઓને મોટી શિક્ષા કરવાની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત, બાકીના 584 શિક્ષકો સામે પણ ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ છે, તેમને પણ રાજ્યમાં સમાનતા જળવાય તે માટે મોટી શિક્ષાની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.

દાખલારૂપ કાર્યવાહી કરવા કડક આદેશ
બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી નોકરી અને લાભો મેળવનારા શિક્ષકો સામે શિક્ષણ વિભાગે ખાતાકીય તપાસની સાથે સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવવા માટે આદેશ કર્યો છે. નાણા વિભાગની સૂચના બાદ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામકને આ દાખલારૂપ કાર્યવાહી કરવા માટે કડક આદેશ કર્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે.

નિવૃત્ત શિક્ષકો સામે રાજ્ય સેવા નિયમો હેઠળ પગલાં
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યવાહી માત્ર ચાલુ નોકરીમાં હોય તેવા શિક્ષકો પૂરતી મર્યાદિત નથી. જે શિક્ષકો નિવૃત્ત થઈ ગયા હોય તેવા શિક્ષકોના કિસ્સામાં પણ રાજ્ય સેવા નિયમો હેઠળ પેન્શન કાપની શિક્ષા કરવામાં આવશે. જોકે, જે શિક્ષકોનું અવસાન થયું હોય તેવા કિસ્સામાં લાભોની રકમની વસૂલાત કરવાની રહેશે નહીં તથા તેમની સામેની તપાસ પણ પડતી મૂકવામાં આવશે.

બોગસ સર્ટિફિકેટનું નેટવર્ક ક્યાંથી આવ્યું?
આટલી મોટી સંખ્યામાં એટલે કે 782 જેટલા પ્રાથમિક શિક્ષકો દ્વારા બોગસ સર્ટિફિકેટ રજૂ કરવાના મામલે હવે અન્ય એક પ્રશ્ન ઊભો થયો છે: આટલા બધા શિક્ષકો ક્યાંથી બોગસ સર્ટિફિકેટ લાવ્યા? આ પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે કેમ, તે પોલીસ ફરિયાદ બાદની તપાસનો વિષય છે. પોલીસે આ ગેરકાયદેસર સર્ટિફિકેટના સ્રોત સુધી પહોંચવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કરવા પડશે.

Tags:
પોલીસ ફરિયાદગુજરાત સરકારટ્રીપલ સીશિક્ષકનોકરી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026