મારું ગુજરાત

સુરત: ગોડાદરમાં સભા પૂર્વે મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓનાં પોસ્ટરથી હોબાળો, નેતાના ફોટા પર શાહી ફેંકાઈ

8 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
સુરત: ગોડાદરમાં સભા પૂર્વે મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓનાં પોસ્ટરથી હોબાળો, નેતાના ફોટા પર શાહી ફેંકાઈ

Surat News: સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'પરિવર્તન સભા' પૂર્વે જ પક્ષના ટોચના નેતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટરો લાગતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા જેવા નેતાઓને 'હિન્દુવિરોધી' ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન નેતાઓના પોસ્ટરો પર કાળી શાહી લગાડવામાં આવી હતી અને ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવ્યું હતું.

નેતાઓને મુસ્લિમ ટોપી પહેરાવી 'મીઠી ખાડી' ના નિમંત્રક દર્શાવાયા
ગોડાદરામાં ઠેર-ઠેર લાગેલા પોસ્ટરોમાં આમ આદમી પાર્ટીના નેતાઓના ફોટા સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોસ્ટરમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાના માથા પર એડિટિંગ કરીને મુસ્લિમ ટોપી પહેરાવવામાં આવી હતી. એટલું જ નહીં પોસ્ટર પર નિમંત્રક તરીકે "મુસ્લિમ સમાજ-મીઠી ખાડી" એવું લખાણ લખીને આ નેતાઓનો ઝુકાવ એક ખાસ સમુદાય તરફ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પોસ્ટરો સામે આવતા જ હિન્દુ સંગઠનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.

બાબર અને ઔરંગઝેબની જેમ AAP પાર્ટી પગ પેસારો કરી રહી છે
વિરોધ કરી રહેલા VHPના કાર્યકરોએ AAP નેતાઓની તુલના મુઘલ શાસકો સાથે કરી હતી. એક કાર્યકર્તાએ રોષે ભરાઈને કહ્યું હતું કે, આજે આ મુઘલો (AAP) અહીં આવ્યા છે, કાલે તેમની પાછળ વિધર્મીઓ આવશે. VHP એવો પણ દાવો કર્યો છે કે જો આ પાર્ટીનો પગ પેસારો વધશે તો વિસ્તારમાં લવ-જેહાદ, ચેઈન સ્નેચિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી જશે. આ નિવેદનને પગલે રાજકીય આક્ષેપબાજીમાં નવો વળાંક આવ્યો છે.

કાળી શાહી લગાડી રોષ ઠાલવ્યો
વિરોધ એટલો ઉગ્ર હતો કે કાર્યકરોએ ગોપાલ ઈટાલિયાના ફોટાવાળા બેનરો ફાડી નાખ્યા હતા. "હિન્દુવિરોધી નેતાઓને આ વિસ્તારમાં પ્રવેશવા નહીં દઈએ" તેવા નારા સાથે કાર્યકરોએ સભાસ્થળની આસપાસના પોસ્ટરો પર શાહી ફેંકી હતી. વિરોધકર્તાઓનું કહેવું છે કે જે નેતાઓ ભૂતકાળમાં હિન્દુ સંસ્કૃતિ કે પરંપરાઓ વિરુદ્ધ બોલ્યા છે, તેમનું સુરતની ધરતી પર સ્વાગત નહીં કરવામાં આવે.

સભા પહેલા ગોડાદરા છાવણીમાં ફેરવાયું
આજે રાત્રે 8 વાગ્યે યોજાનારી સભા પૂર્વે સર્જાયેલી આ તંગદિલીને કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. એક તરફ આમ આદમી પાર્ટી ગમે તે ભોગે સભા યોજવા મક્કમ છે, તો બીજી તરફ વિરોધ કરી રહેલા સંગઠનો તેને રોકવા માટે આક્રમક છે. ગોડાદરા વિસ્તારમાં કોઈ હિંસક અથડામણ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ હવે સ્થાનિક પ્રશાસન માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.

પરિવર્તન સભા કે વિવાદનું કેન્દ્ર?
8મી જાન્યુઆરીની આ સભા સુરતના રાજકારણમાં મોટા ફેરફાર લાવવાના ઈરાદે આયોજિત કરાઈ હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેના જંગમાં હવે હિન્દુ સંગઠનોની એન્ટ્રી થતા મામલો પેચીદો બન્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ પોસ્ટરો વાયરલ થતા લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે રાત્રે સભા નિર્વિઘ્ને પૂર્ણ થાય છે કે વિરોધ વધુ વકરે છે.

Tags:
વિરોધ પ્રદર્શનધાર્મિક રાજકારણચૂંટણી રણનીતિવિશ્વ હિન્દુ પરિષદઆમ આદમી પાર્ટી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026