મારું ગુજરાત

અમિત શાહનો રવિવારે ગુજરાત પ્રવાસ: અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉમિયા ધામના યુવા બિઝનેસ સંમેલનમાં હાજરી

27 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
અમિત શાહનો રવિવારે ગુજરાત પ્રવાસ: અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉમિયા ધામના યુવા બિઝનેસ સંમેલનમાં હાજરી

Amit Shah To Visit Gujarat: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે, રવિવારે તેમના વતન ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ શહેરને અનેક વિકાસલક્ષી ભેટ આપશે. અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દિવસભરના વ્યસ્ત શિડ્યુલમાં તેઓ સાત જેટલા અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું યુવા બિઝનેસ મહાસંમેલન અને વણઝર ગામના રહીશોને સનદ વિતરણ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો સામેલ છે.

SG હાઈવે પર 'મોડેલ' પાયલોટ સ્ટ્રેચનું લોકાર્પણ
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને શહેરી સૌંદર્યીકરણને વેગ આપવા માટે ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધી ₹4 કરોડના ખર્ચે 'પાયલોટ સ્ટ્રેચ' તૈયાર કરવામાં આવ્યો છે. આધુનિક ડિઝાઇન સાથે તૈયાર કરાયેલા આ પાયલોટ સ્ટ્રેચમાં પહોળી ફૂટપાથ, ડેડિકેટેડ સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, આકર્ષક લૅન્ડસ્કેપિંગ અને સાઈનેજ બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય માર્ગોના વિકાસ માટે એક 'રોલ મોડેલ' તરીકે અપનાવવામાં આવશે.

એશિયાની પ્રથમ 'માઈક્રો ટનલિંગ' ડ્રેનેજ લાઈન
અમદાવાદના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર, એશિયામાં પ્રથમ વખત એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી સનાથલ સુધી 'માઈક્રો ટનલિંગ' પદ્ધતિથી વેસ્ટર્ન ટ્રંક લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

20 લાખ લોકોને રાહત
આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનની અંદર મોટા વ્યાસની પાઈપલાઈન નાખવામાં આવી છે, જેનાથી રસ્તા ખોદ્યા વિના જ 8125 મીટરની કામગીરી પૂર્ણ કરાઈ છે. આ નવી લાઈનથી શીલજ, ઓગણજ, આંબલી અને શાંતિપુરા જેવા વિસ્તારોના અંદાજે 18 થી 20 લાખ લોકોને ડ્રેનેજ ઉભરાવા અને ચોમાસામાં ગટરો બેક મારવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

વણઝર ગામ માટે ઐતિહાસિક દિવસ: 308 ઘરોને મળશે સનદ
નવા વણઝર ગામના રહીશો માટે રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થશે. પૂર બાદ પુનર્વસાવટ કરાયેલા આ ગામના લોકો દાયકાઓથી પોતાની મિલકતની 'સનદ' (માલિકી હક્ક) મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. સનદ ન હોવાને કારણે રહીશો પોતાની મિલકત વેચી કે ટ્રાન્સફર કરી શકતા નહોતા. ધારાસભ્ય અમિત ઠાકર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજૂઆત બાદ આ વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. અમિત શાહના હસ્તે આવતીકાલે કુલ 308 ઘરોને સનદનું વિતરણ કરવામાં આવશે, જેનાથી આ પરિવારોને કાયદેસરનો માલિકી હક્ક પ્રાપ્ત થશે.

વિશ્વ ઉમિયા ધામમાં યુવા બિઝનેસ મહાસંમેલન
જસપુર સ્થિત વિશ્વ ઉમિયા ધામ ખાતે રવિવારે ભવ્ય 'યુવા બિઝનેસ મહાસંમેલન' યોજાશે, જેમાં અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી 20 હજારથી વધુ પાટીદાર યુવા ઉદ્યોગકારો ભાગ લેશે. નોંધનીય છે કે માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકા, કેનેડા, અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી પણ પાટીદાર બિઝનેસમેન આમાં જોડાશે. આ મહાસંમેલન દ્વારા સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે નવી તકો અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય સરકારના પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહેશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ 'નમોત્સવ'
દિવસના અંતે અમિત શાહ સંસ્કાર ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને કવન પર આધારિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ 'નમોત્સવ'માં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં કલા અને સંસ્કૃતિના માધ્યમથી પીએમ મોદીના સંઘર્ષ અને દેશ માટેના તેમના વિઝનને પ્રસ્તુત કરવામાં આવશે. અમિત શાહનો આ પ્રવાસ અમદાવાદના માળખાગત વિકાસ, સામાજિક ન્યાય અને ઉદ્યોગ જગત એમ ત્રણેય મોરચે મહત્વપૂર્ણ સાબિત થશે.

Tags:
Smart Cityસ્માર્ટ સિટીGujarat Politicsગુજરાત પોલિટિક્સGujarati News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026