મારું ગુજરાત

હિંમતનગર સ્ટેશન પર રેલવે પોલીસની મોટી કાર્યવાહી: 80 લાખના ડ્રગ્સ સાથે બિનવારસી બેગ જપ્ત

27 ઑક્ટોબર, 2025•
GVGujaratvandan team
હિંમતનગર સ્ટેશન પર રેલવે પોલીસની મોટી કાર્યવાહી: 80 લાખના ડ્રગ્સ સાથે બિનવારસી બેગ જપ્ત

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં રેલ્વે પોલીસને મોટી સફળતા મળી છે. હિંમતનગર રેલ્વે સ્ટેશન નજીક બિનવારસી બેગ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેગમાંથી મેથાએમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ નામનું નશીલો પદાર્થ મળ્યો, જેની કુલ માત્રા 792 ગ્રામ જેટલી હતી. બજાર કિંમત મુજબ આ ડ્રગ્સની કિંમત આશરે 80 લાખ રૂપિયાની ગણવામાં આવી રહી છે.

નશીલો પદાર્થ મધ્યપ્રદેશમાંથી અસારવા તરફ લવાતો હતો
વિરભૂમિ એક્સપ્રેસમાં મળેલી આ બેગ અંગેની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ નશીલો પદાર્થ મધ્યપ્રદેશમાંથી અસારવા તરફ લવાતો હતો. રેલવે માર્ગ દ્વારા ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી ગઈ છે. તહેવારોના સમયગાળામાં આટલી મોટી માત્રામાં નશીલા પદાર્થની જપ્તી થતાં રેલ્વે પોલીસ, SOG અને ATS દળ તાત્કાલિક સક્રિય થઈ ગયા છે.

રેલવે સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો
હાલ પોલીસે મુદામાલ જપ્ત કરી વધુ તપાસ SOGને સોંપી છે. ડ્રગ્સ સપ્લાય ચેઇન, તેની હેરાફેરીમાં સંડોવાયેલા લોકો અને રેલવે નેટવર્કનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો હતો તે અંગે સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ રેલવે સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને સ્પષ્ટ થયું છે કે હવે ડ્રગ્સ હેરાફેરી માટે દરિયાઈ માર્ગો બાદ રેલવે માર્ગોનો પણ મોટા પાયે ઉપયોગ થવા લાગ્યો છે.

Tags:
NewsMy GujaratATSSOGAbandoned Bag
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026