BJP there are rebels: ગુજરાત ભાજપમાં બધું સમું -સુતરું ચાલે છે, તેમ માનતા હો તો તમે ભીંત ભૂલો છો. આદિજાતિ વિસ્તાર દાહોદમાં ભારતીય જનતા પાર્ટીએ 7 જેટલા સદસ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી 'શિસ્તનો કોરડો' વીંઝી દેતા સોંપો પડી ગયો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન આડે 48 કલાક પહેલા આ આકરા પગલાં લેવાતા આદિજાતિ પંથકના પાર્ટી કાર્યકરોમાં સન્નાટો છવાઈ ગયો છે.
ત્રણ સભ્યોના રાજીનામા લઈ લેવામાં આવ્યા
પાર્ટીમાંથી સ્પૅન્ડ કરાયેલા આ લોકો ભાજપે ટિકિટ ન આપતા નારાજ થઈને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા આ ઉપરાંત પાર્ટી વિરોધી પ્રવૃત્તિ અને નિયમોનું ઉલ્લંઘન સતત કરતા રહેતા હોવાનું પાર્ટીના ધ્યાને આવ્યું હતું . પરિણામે ભાજપે તેમની સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢતા સોંપો પડી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધીગરીએ પ્રવૃતિ કરનાર વિરૂદ્ધ જિલ્લા ભાજપ લીધા આકરા પગલા. દાહોદ જિલ્લામાં સાત જેટલા કાર્યકર્તાઓને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી દૂર કરાયા છે. જ્યારે ત્રણ પક્ષ છોડીને અન્ય પક્ષમાં ઉમેદવારી કરનાર ત્રણ સભ્યોના રાજીનામા લઈ લેવામાં આવ્યા. આ સદસ્યોમાં કાઈદ ચુનાવાલા, અરવિંદ ચોપડા, દર્શન ચોપડા, અહેમદ ચાંદ, અશ્વતબેન દલાલ, કિંજલ પરમાર અને દિલીપ સોલંકીને પ્રાથમિસભ્ય પદેથી દૂર કરાયા છે.. જ્યારે લક્ષ્મણ રાજગોર, અશેષ લાલપુરવાલા અને માસૂમા ગરબાડાવાલાના તાત્કાલિક અસરથી રાજીનામા લઈ લેવામાં આવ્યા છે.. એટલુ જ નહીં. જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારિયાને પણ દૂર કરાયા છે. બીજી તરફ લીબડીમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ કાર્યકર પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાત વિધાનસભા 2027માં ચૂંટણી પહેલા હજુ પણ આયારામ-ગયારામની સ્થિતિ જેમ-જેમ સમય નજીક આવશે તેમ તેમ બળવત્તર બનશે.
નારાજગી મતદારોમાં સાથે પાર્ટીમાં આંતરિક અસન્તોષ
ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન ઠેર-ઠેર નારાજગી જોવા મળી રહી છે. સામ-દામ -દંડ -ભેદના માધ્યમથી કેટલાક મળેલી ટિકિટના ઉમેદવારો છેલ્લી ઘડીએ ખસી ગયા,અને કેટલીય બેઠકો બિનહરીફ થઇ છે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તેમાં લોકશાહીની હત્યા જોવા મળે છે. કઈ કેટલાય ઉમેદવારો એ છેલ્લી ઘડીએ ફોર્મ પાર્ટ ખેંચી લેતા કોંગ્રેસ અને આપ ની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. ભાજપે પોરસાઈને કહી દીધું છે કે કેટલી બેઠકો અમે બિનહરીફ જીતી ગયા છીએ. પરંતુ મહાપાલિકામાં શહેર-શહેર ઉકળતો ચરુ છે,સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં આમકા- મામકા ને ટિકિટ અપાયાના અને જેમની ટિકિટ કપાઈ છે તેઓ સ્થાનિક ધારાસભ્યો પાર આડકતરી રીતે દોષનો ટોપલો ઢોળે છે. હવે રવિવારે વોટિંગ સમયે દરેક પાર્ટી પોતાના શિસ્ત બદ્ધ કાર્યકરોની ફોજને,પાર્ટી વિરોધી ગતિવિધિ કરનારા પર નજર રાખવા સૂચિત કરશે અને પરિણામો પછી જે લેખા-જોખા થશે તેમાં પણ શિસ્ત રૂપી કોરડો વીંઝાશે તે અલગથી. રાત થોડી વેશ ઝાઝા જેવી સ્થિતિમાં હવે નેતાઓ કાર્યકરો અને ઉમેદવારો છેલ્લી ઘડીના મરણીયા પ્રયાસ આદરશે તે નક્કી છે.








