મારું ગુજરાત

કચ્છમાં કરૂણાંતિકા: ભેંસો ચરાવવા ગયેલા માલધારી પરિવારના બે કિશોરો તળાવમાં ડૂબ્યા

22 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
કચ્છમાં કરૂણાંતિકા: ભેંસો ચરાવવા ગયેલા માલધારી પરિવારના બે કિશોરો તળાવમાં ડૂબ્યા

Kutch News: કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા લાખાપર ગામમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ગામના માલધારી પરિવારના બે કિશોરો ગઈકાલે ભેંસો ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ન આવતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આજે સવારે ગામના તળાવના કાંઠેથી કિશોરોના ચંપલ મળી આવતા અનિચ્છનીય ઘટનાની શંકા ઉપજી હતી. ફાયર વિભાગની ટીમોએ તળાવમાંથી ત્રણ કલાકની શોધખોળ બાદ આ બંને માસૂમ કિશોરોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

સમયસર ઘરે ન આવતા પરિવારે રાતભર શોધખોળ ચલાવી
માહિતી મુજબ, લાખાપર ગામના માલધારી પરિવારના 14 વર્ષીય કમલેશ બેચારભાઇ કોળી અને 13 વર્ષીય દલસુખ હરખાભાઇ કોળી નામના બે કિશોરો ગઈકાલે રાબેતા મુજબ ભેંસો સહિતના માલઢોર લઇને સીમમાં ચરાવવા ગયા હતા. રોજના સમયે ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનો અને ગ્રામજનોએ મોડી રાત સુધી સમગ્ર સીમ વિસ્તાર ખૂંદી વળ્યો હતો, પરંતું બંનેની કોઈ ભાળ મળી નહોતી.

સવારે તળાવ કાંઠે ચંપલ મળતાં ડૂબ્યાની આશંકા ઉપજી
મોડી રાત સુધી શોધખોળ છતાં કોઈ સફળતા ન મળતાં પરિવારે આખી રાત ભારે ચિંતામાં વિતાવી હતી. જોકે, આજે વહેલી સવારે ગ્રામજનોને ગામના તળાવના કાંઠેથી બંને કિશોરોના ચંપલ જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોતાં જ ગામલોકોને આઘાત લાગ્યો હતો અને બંને કિશોરો તળાવમાં ડૂબી ગયા હોવાની ગંભીર શંકાઓ ઉપજી હતી. આ અંગે તુરંત જ તંત્રને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા
બંને કિશોરો તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે ફાયર વિભાગની ટીમો તાત્કાલિક લાખાપર ગામ પહોંચી હતી. અધિકારીઓએ કડકડતી ઠંડી વચ્ચે પણ તળાવમાં બંને કિશોરોની શોધખોળ શરૂ કરી હતી. ફાયર વિભાગની ટીમે બે કલાકની શોધખોળ બાદ એક કિશોરનો અને ત્યારબાદ ત્રીજા કલાકે બીજા કિશોરનો એમ બંનેના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા, જેથી માલધારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મામલતદારે ઘટનાની પુષ્ટિ કરી
આ દુઃખદ ઘટના અંગે ભચાઉ મામલતદાર એમ.કે. રાજપૂત સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "કિશોરો ગુમ થયા હોવાની અને તેમના ચંપલ તળાવ કાંઠેથી મળ્યા હોવાની અમને જાણ થતાં અમારી ટીમ તાત્કાલિક લાખાપર પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. ફાયર વિભાગની મદદથી બંને કિશોરોના મૃતદેહ મળી આવ્યા છે." વહીવટી તંત્ર દ્વારા પરિવારને જરૂરી સહાય પૂરી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વાઢિયા જૂથ ગ્રામપંચાયતના સરપંચે યુવકોની મદદને બિરદાવી
વાઢીયા જૂથ ગ્રામપંચાયતના સરપંચ કૃષ્ણપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોળી પરિવારના કિશોરો ગઈકાલથી ગુમ હતા. તળાવમાં ડૂબી ગયા હોવાની જાણ થતા પોલીસને બોલાવાઈ હતી. તેમણે ઉમેર્યું કે, બચાવ કામગીરી માટે નજીકના શિકારપુર ગામના મુસ્લિમ યુવકોની પણ મદદ લેવાઈ હતી. આ યુવકોએ કડકડતી ઠંડી વચ્ચે માનવતા દાખવી પાણીમાં બાળકોની શોધ કરી હતી, જે કાર્યને તેમણે બિરદાવ્યું હતું.

Tags:
MaladhariકરૂણાંતિકાGujaratNewsKutchNewsસમાચાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026