મારું ગુજરાત

"અત્યારે તો રીલનો જમાનો છે, ભૂલ થઈ તો વાયરલ થશો!", અમદાવાદમાં ₹554 કરોડના વિકાસકામો વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર

24 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
"અત્યારે તો રીલનો જમાનો છે, ભૂલ થઈ તો વાયરલ થશો!", અમદાવાદમાં ₹554 કરોડના વિકાસકામો વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર

Bhupendra Patel viral statement: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે ₹554 કરોડના પ્રજાલક્ષી વિવિધ વિકાસપ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપીને કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે, આ મંચ પરથી મુખ્યમંત્રી પટેલે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને કામની ગુણવત્તા જાળવવા અને જવાબદારીપૂર્વક કામ કરવા માટે માર્મિક શૈલીમાં કડક સૂચના આપી હતી.

કામની ક્વોલિટી પર આપવું પડશે ધ્યાન
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અધિકારીઓએ કામની ગુણવત્તા (Quality) પર ખાસ ધ્યાન આપવું પડશે. સરકારી કામોમાં કોઈ પણ પ્રકારની ભૂલ કે બેદરકારી ન રહી જાય તે જોવાની જવાબદારી તંત્રની છે. આજના સોશિયલ મીડિયાના યુગ અંગે વાત કરતા તેમણે રમૂજી પણ ગંભીર ટકોર કરી હતી કે, "અત્યારે તો રીલનો જમાનો છે, કામમાં સહેજ પણ ભૂલ થઈ તો રીલ વાયરલ થતાં વાર નહીં લાગે!"

"તમે જે કરશો તે ભોગવવું જ પડશે"
પોતાના સંબોધનમાં CM પટેલે સરકારી નોકરી અંગેની માનસિકતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "લોકો નોકરીમાં આવ્યા પહેલાં મગજમાં કંઈક ને કંઈક ભરીને આવ્યા હોય છે કે સરકારી નોકરી છે એટલે મજા પડી જવાની છે... પરંતુ એ યાદ રાખવું જોઈએ કે તમે જે કરશો તે તમારે જ ભોગવવાનું છે, એ વાત પણ 100% નક્કી જ છે."

પ્રજાહિતના કામો કરશો તો સન્માન અકબંધ રહેશે
અધિકારીઓને પ્રોત્સાહિત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, "જો તમે નિષ્ઠાપૂર્વક અને પ્રજાહિતના કામો કરતા રહેશો, તો સમાજમાં તમારું સન્માન હંમેશાં એમને એમ જળવાઈ રહેશે. કામ ક્વોલિટીવાળું હશે તો પ્રજાનો વિશ્વાસ ચોક્કસ જીતી શકાશે." અમદાવાદમાં યોજાયેલા આ ₹554 કરોડના વિકાસકાર્યોના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું આ નિવેદન હવે અધિકારી વર્ગમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.

Tags:
Infrastructure ProjectsSarkari YojanaDigital AccountabilityBreaking Newsબ્રેકિંગ ન્યૂઝ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026