મારું ગુજરાત

1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ, ઈડીએ ગાંધીનગરથી અરેસ્ટ કર્યાં

2 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ,  ઈડીએ ગાંધીનગરથી અરેસ્ટ કર્યાં

Gandhinagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનને બિનખેતી (NA) કરવાના ₹1500 કરોડના કૌભાંડમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. લાંબી પૂછપરછ બાદ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં કલેક્ટર ઉપરાંત નાયબ મામલતદાર, ક્લાર્ક અને પર્સનલ આસિસ્ટન્ટની સંડોવણી પણ ખૂલી છે. ED ના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ સમગ્ર મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

ડેપ્યુટી મામલતદારના બેડરૂમમાંથી ₹67.50 લાખની રોકડ જપ્ત
ઈડીની ટીમે 23 ડિસેમ્બર, 2025ના રોજ જ્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા ત્યારે તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મોરીના બેડરૂમમાં છુપાવીને રાખવામાં આવેલી ₹67.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. PMLAની કલમ 17 હેઠળ આ રકમ જપ્ત કરવામાં આવી છે. આરોપી ચંદ્રસિંહ મોરીએ કબૂલાત કરી છે કે આ રકમ જમીનની ફાઈલો ઝડપથી મંજૂર કરવા માટે અરજદારો પાસેથી ઉઘરાવવામાં આવેલી લાંચ છે.

સ્ક્વેર મીટર દીઠ ₹10 લેખે લેવાતી હતી લાંચ
તપાસમાં ખુલાસો થયો છે કે જમીન પ્રિમિયમ અને NA ની ફાઈલો ક્લિયર કરવા માટે આ ભ્રષ્ટ અધિકારીઓએ ફિક્સ ભાવ નક્કી કર્યા હતા. ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જમીનના હેતુફેર માટે પ્રતિ સ્ક્વેર મીટર ₹10 લેખે લાંચ લેવામાં આવતી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન મળેલા દસ્તાવેજો પરથી અત્યાર સુધીમાં ₹1 કરોડથી વધુની લાંચ લીધી હોવાના પુરાવા ED ને હાથ લાગ્યા છે. આ સિન્ડિકેટ વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી સીધા નાણાં ઉઘરાવતી હતી.

કલેક્ટર સહિતની આખી લેબ સામેલ હતી
આ કૌભાંડ માત્ર નીચેના સ્તરના કર્મચારીઓ સુધી સીમિત નહોતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ED સમક્ષ કરેલી કબૂલાતમાં જણાવ્યું છે કે આ કાળા કારોબારમાં જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ (PA) જયરાજસિંહ ઝાલા પણ સક્રિય ભાગીદાર હતા. લાંચની રકમનો મોટો હિસ્સો છેક ઉપર સુધી પહોંચતો હતો. આ કબૂલાતના આધારે જ ACB માં ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો
ઈડીના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટા પાયે જમીન કૌભાંડ ચાલી રહ્યું હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે દિલ્હીની સ્પેશિયલ ટીમે આયોજનબદ્ધ રીતે દરોડા પાડ્યા હતા. કલેક્ટર પટેલની ધરપકડ પૂર્વે ઈડીની ત્રણ ટીમોએ તેમના ગાંધીનગરના નિવાસસ્થાને કલાકો સુધી પૂછપરછ કરી હતી અને મહત્વના પુરાવાઓ કબજે કર્યા હતા. આ ઓપરેશનને પગલે ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મહેસૂલ વિભાગના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન
ગુજરાતના મહેસૂલ વિભાગમાં કોઈ કલેક્ટર કક્ષાના અધિકારીની જમીન કૌભાંડમાં ધરપકડ થઈ હોય તેવી આ દુર્લભ ઘટના છે. 23 ડિસેમ્બરના રોજ પડેલા આ દરોડાએ રાજ્ય સરકારની પારદર્શક વહીવટની વાતો સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આ મામલે હવે ED મની લોન્ડરિંગના પાસા તપાસી રહી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં સામેલ અન્ય વચેટિયાઓ અને રાજકીય કનેક્શન પણ બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે.

Tags:
ભ્રષ્ટાચાર વિરોધીScam Newsકૌભાંડ ન્યૂઝસુરેન્દ્રનગર સમાચારભૂમિ કૌભાંડ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026