મારું ગુજરાત

ત્રાગડ અંડરપાસની સમારકામની કામગીરી 5 કે 7 નવેમ્બરથી શરૂ થશે, વાહનચાલકોને 11 કિમી ફરવું પડશે

3 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
ત્રાગડ અંડરપાસની સમારકામની કામગીરી 5 કે 7 નવેમ્બરથી શરૂ થશે, વાહનચાલકોને 11 કિમી ફરવું પડશે

Ahmedabad News: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતને જોડતા અમદાવાદના SP રિંગ રોડ પર ભારે વરસાદના કારણે પડેલા ખાડાઓને લીધે મુસાફરોની હાલાકી વધી છે. આ મુદ્દે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા ત્રાગડ અંડરપાસ, ભાટ ઓવરબ્રિજ અને કમોડ રેલવે ઓવરબ્રિજમાં સમારકામ કરવાનો નિર્ણય લેવાયો છે.

અવારનવાર ખાડા પડવાની ફરિયાદને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયા
AUDA દ્વારા ત્રાગડ અંડરપાસમાં આગામી 5 કે 7 નવેમ્બરથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. ઇજનેર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, અવારનવાર ખાડા પડવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ત્રણેય જગ્યાએ રોડને મજબૂત કરવા માટે પગલાં લેવાયા છે. ખાસ કરીને રેલવે કલ્વર્ટના ભાગમાં હવે ડામરને બદલે સિમેન્ટ કોન્ક્રીટ (RCC) વડે નવી સરફેસ બનાવવામાં આવશે, જેથી રોડ મજબૂત થાય અને વાહનો સરળતાથી પસાર થઈ શકે.

બંને તરફના રસ્તા વારાફરતી 20-20 દિવસ બંધ રખાશે
ત્રાગડ અંડરપાસમાં આગામી ત્રણ થી ચાર દિવસમાં કામગીરી શરૂ થશે. AUDA દ્વારા ત્રણ ટીમો બનાવવામાં આવી છે. ઝડપથી કામગીરી પૂર્ણ થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તેના માટે 18 થી 20 કલાક કામગીરી કરવામાં આવશે. કામગીરીના પગલે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે. ત્રાગડ અંડરપાસમાં બંને તરફ કામગીરી કરવાની હોવાના કારણે સૌપ્રથમ એક તરફના ભાગમાં કામગીરી થશે. વાહન ચાલકો માટે ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે જ્યારે બીજા ફેઝમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ પણ 20 દિવસ માટે બંધ રહેશે.

આ ડાયવર્ઝનના કારણે વાહનચાલકોને ફરવું પડશે
ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જતાં માર્ગમાં કામગીરી થશે, ત્યારે વાહનચાલકોએ તપોવન સર્કલ થઈને અડાલજ સર્કલથી મહારાજા હોટલ થઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવું પડશે. જ્યારે વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ કામગીરી થશે, ત્યારે વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર થઈને ઝુંડાલ તરફ આવી શકાશે. આ ડાયવર્ઝનના કારણે ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જતા વાહનચાલકોને અંદાજે 11 કિલોમીટરનો વધારાનો ચકરાવો લેવો પડશે.

આગામી દિવસોમાં ભાટ ઓવરબ્રિજ પર પણ કામગીરી હાથ ધરાશે
દરમિયાન, ભાટ રેલવે ઓવરબ્રિજ પર પણ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. અહીં પણ વારંવાર ખાડા પડવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી, રોડની સરફેસને સિમેન્ટ કોન્ક્રીટ વડે રિપેર કરવામાં આવશે. આ કામગીરી 15 નવેમ્બર બાદ શરૂ થવાની શક્યતા છે.

ટૂંક સમયમાં ડાવર્ઝન રૂટ જાહેર કરાશે
ભાટ ઓવરબ્રિજ પરના કામ માટે ટ્રાફિક પોલીસ સાથે ટૂંક સમયમાં બેઠક યોજાશે અને ડાયવર્ઝન રૂટ જાહેર કરાશે. સંભવિત ડાયવર્ઝન મુજબ, ભારે વાહનોએ નાનાચિલોડા સર્કલથી મોટા ચિલોડા, રક્ષા શક્તિ યુનિવર્સિટી થઈને ગાંધીનગર હાઇવેથી તપોવન-વૈષ્ણોદેવી સર્કલ તરફ જવું પડશે જેના માટે 30 કિલોમીટરથી સુધી ફરવું પડી શકે છે.

Tags:
ગુજરાતઅમદાવાદNovemberAhmedabad NewsMy Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026