મારું ગુજરાત

ટેસ્ટિંગ લેબ કે નશાનું કારખાનું? સુરતમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

8 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ટેસ્ટિંગ લેબ કે નશાનું કારખાનું? સુરતમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

MD drugs caught in Surat: સુરતમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર ધંધાએ એક નવું અને ચોંકાવનારો સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની આડમાં ચાલતી હાઇ-પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન (MD) ડ્રગ બનાવતી ફેક્ટરીનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે પર્દાફાશ કર્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા પોલારિસ શોપિંગ સેન્ટરમાં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે લેબ ટેકનિશિયન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને અંદાજે ₹2.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

લેબ ફૂડ ટેસ્ટિંગ માટે હોવાનું દર્શાવવામાં આવ્યું
SOG પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસનો દોર પર્વત પાટિયા વિસ્તારના કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યો હતો. અહીં કાર્યરત 'ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી' પર પોલીસ ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં લેબ ફૂડ ટેસ્ટિંગ માટે હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ અંદરની તપાસ કરતાં પોલીસ પણ હકબચ્ચા રહી ગઈ હતી. લેબની અંદરથી અત્યાધુનિક મશીનરી, જ્વલનશીલ અને કેમિકલ રસાયણો તેમજ હાઇ-પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન (MD) તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ લેબ ફૂડ અને ફાર્મા ટેસ્ટિંગના નામે ચલાવવામાં આવી રહી હતી, પરંતુ વાસ્તવમાં તે નશીલા પદાર્થોના ઉત્પાદન માટેનું એક ગુપ્ત એકમ હતું.

પોલીસે કાર્યવાહી કરીને સમગ્ર નેટવર્કનો ભંડાફોડ કરી નાખ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લેબમાં કામ કરતો સિનિયર લેબ ટેકનિશિયન પોતાની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને MD ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો. આ ડ્રગ્સને બજારમાં સપ્લાય કરવાની તૈયારી ચાલી રહી હતી તે પહેલાં જ SOG પોલીસે કાર્યવાહી કરીને સમગ્ર નેટવર્કનો ભંડાફોડ કરી નાખ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે તૈયાર હાલતમાં રહેલા MD ડ્રગ્સ, કાચો માલ, રસાયણો, મશીનરી અને અન્ય સાધનો સહિત કુલ ₹2.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પણ ગંભીર ખતરો
પોલીસ હવે આ ડ્રગ ફેક્ટરી પાછળ કોણ છે, આ નેટવર્ક કેટલું વિશાળ છે અને તૈયાર થતી MD ડ્રગ્સ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતી હતી તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ, આ લેબને લાઇસન્સ કોણે આપ્યું, નિયમોનું પાલન થતું હતું કે નહીં અને અન્ય કોઈ સંડોવાયેલા લોકો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફૂડ ટેસ્ટિંગ જેવી વિશ્વસનીય પ્રવૃત્તિની આડમાં નશીલા પદાર્થોનું ઉત્પાદન થવું એ માત્ર કાયદા વ્યવસ્થાને નહીં પરંતુ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. SOG પોલીસની આ કાર્યવાહીથી સુરતમાં ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

Tags:
Latest Updateલેટેસ્ટ અપડેટGujarat Viralગુજરાત વાયરલDrugs Seized
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026