મારું ગુજરાત

સુરેન્દ્રનગર: 1500 કરોડના જમીન કૌભાંડમાં SITની રચના, પૂર્વ કલેક્ટરની મુશ્કેલી વધશે

6 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
સુરેન્દ્રનગર: 1500 કરોડના જમીન કૌભાંડમાં SITની રચના, પૂર્વ કલેક્ટરની મુશ્કેલી વધશે

Surendra nagar News: 1500 કરોડના જમીન NA (બિનખેતી) કરાવવાના કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે તપાસ કરવા ACB દ્વારા DYSP અને પીઆઇ સહિતના છ અધિકારીઓની SITની રચના કરવામાં આવી છે.

એસીબીના 6 અધિકારીઓની ટીમ મિલકતોની કુંડળી કાઢશે
ગુજરાત એસીબી દ્વારા રચવામાં આવેલી આ SITમાં એડિશનલ ડાયરેક્ટર ઉપરાંત ડેપ્યુટી ડાયરેક્ટર, DYSP અને પીઆઈ કક્ષાના કુલ 6 અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમનો મુખ્ય હેતુ આરોપીઓ દ્વારા ભ્રષ્ટાચારના નાણાંથી વસાવેલી સ્થાવર-જંગમ મિલકતોની તપાસ કરવાનો અને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે ઝડપી પુરાવા એકત્ર કરવાનો છે. એસીબીના વડાએ આ મામલે અત્યંત નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે.

લાંચમાંથી 50 ટકા હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઈડી (ED) એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બેડની અંદરથી ₹67.50 લાખની રોકડ મળી આવી હતી. ચંદ્રસિંહે ઈડી સમક્ષ કબૂલાત કરી હતી કે લાંચની રકમનો સિંહફાળો એટલે કે 50 ટકા હિસ્સો સીધો જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને જતો હતો. આ કબૂલાત બાદ મહેસૂલ વિભાગમાં વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે.

બધો 'હિસાબ' કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો
ચંદ્રસિંહ મોરીએ ઇડી સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર મહેન્દ્રભાઈ પટેલને મળતો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બધો 'હિસાબ' કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો અને ડો.રાજેન્દ્ર પટેલ સુધી પહોંચાડતો હતો.

હિસાબની શીટ જિલ્લા કલેક્ટર સાથે શેર કરતો
જ્યારે કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલાએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમારને મળતો હતો. આ ઉપરાંત તેણે એ પણ સ્વીકાર્યું કે આ હિસાબની શીટ જિલ્લા કલેક્ટર સાથે શેર કરતો હતો. લાંચની રકમ મેજિસ્ટ્રિયલ બ્રાન્ચ અને જિલ્લા કલેક્ટરના જિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્વીકારવામાં આવતી હતી.

ડિજિટલ ડિવાઇસમાંથી 10 કરોડના લાંચકાંડનો ઘટસ્ફોટ
ઈડીને તપાસ દરમિયાન મળેલા ડિજિટલ ડિવાઇસ અને એક્સેલ શીટ્સમાંથી ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જમીન હેતુફેરના નામે આચરેલું આ સ્કેમ અત્યાર સુધીમાં ₹10 કરોડની લાંચ સુધી પહોંચ્યું છે. જમીન NA કરવાની સત્તાનો દુરુપયોગ કરીને કેવી રીતે કરોડો રૂપિયા ઉસેડવામાં આવ્યા તે અંગેના તમામ પુરાવા હવે એસીબીની SIT પાસે છે. આગામી દિવસોમાં પૂર્વ કલેક્ટર સહિતના તમામ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

Tags:
1500 Crore Scam1500 કરોડ કૌભાંડNA જમીન કૌભાંડસરકારી કૌભાંડED તપાસ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026