મારું ગુજરાત

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ઈડીએ નાયબ મામલતદારની ધરપકડ કરી, કલેક્ટર સહિતના 'મોટા માથા' રડારમાં

24 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ઈડીએ નાયબ મામલતદારની ધરપકડ કરી, કલેક્ટર સહિતના 'મોટા માથા' રડારમાં

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા કરોડોના 1500 કરોડના જમીન કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. મંગળવારથી ચાલી રહેલા મેરેથોન સર્ચ ઓપરેશન અને લાંબી પૂછપરછના અંતે EDએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહીથી સમગ્ર રાજ્યના મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આજે EDની ટીમ ધરપકડ કરાયેલા અધિકારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે, જેથી કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય.

મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમો સુરેન્દ્રનગરમાં ત્રાટકી
મંગળવાર વહેલી સવારથી જ EDની વિવિધ રાજ્યોની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લાને બાનમાં લીધું હતું. આ ઓપરેશનમાં જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ જાડેજા અને વકીલ ડી. ચેતન કણઝરીયાના નિવાસસ્થાન તેમજ કચેરીઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. કલેક્ટરના નિવાસસ્થાને જ કેન્દ્રીય એજન્સી ત્રાટકતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

NA શાખામાં ‘ખેલ’ પડ્યો હોવાની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન સંપાદન અને બિનખેતી (NA) કરવાની પ્રક્રિયામાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ થઈ હોવાની ચોક્કસ ફરિયાદ EDને મળી હતી. તપાસ દરમિયાન EDએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે, સર્ચ ઓપરેશન દરમિયાન EDએ ACBના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતા. સોનીની હાજરી સૂચવે છે કે તપાસમાં મોટા પ્રમાણમાં સોનું, જ્વેલરી અથવા બેનામી મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હોઈ શકે છે.

કલેક્ટરની ભૂમિકા શંકાના ઘેરામાં
આ સમગ્ર કેસમાં સૌથી વિવાદાસ્પદ પાસું એ છે કે, EDના દરોડા પડ્યા તેના માત્ર ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક NA (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી. ઉતાવળે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની બદલી કરી દેવામાં આવી હતી. શું કલેક્ટરને દરોડાની પૂર્વ જાણકારી હતી? કે પછી પુરાવા નાશ કરવાનો આ પ્રયાસ હતો? આ સવાલો અત્યારે સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો જપ્ત
EDએ દરોડા દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ ફોન અને ડિજિટલ ડેટા કબજે કર્યો છે. ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ હવે અન્ય કયા અધિકારી કે રાજકારણીના નામ ખુલશે તેના પર સૌની નજર છે. તપાસ એજન્સી આ કૌભાંડમાં મની લોન્ડરિંગના પાસા પણ તપાસી રહી છે. આગામી દિવસોમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિતના અન્ય અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા
હાલમાં ચંદ્રસિંહ મોરીને અમદાવાદની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ED દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનારા દલીલોમાં કૌભાંડની ગંભીરતા અને નાણાકીય વ્યવહારોની વિગતો બહાર આવી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન માફિયાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી ચાલતા આ રેકેટનો પર્દાફાશ થતા ખેડૂતો અને જમીન માલિકોમાં ન્યાયની આશા જાગી છે.

Tags:
રિમાન્ડઅમદાવાદ ગ્રામ્ય કોર્ટઈડીધરપકડનાયબ મામલતદાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026