મારું ગુજરાત

સુરેન્દ્રનગરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ, ધોળીપોળથી ચરમાળીયા ચોકી સુધી રસ્તો ખુલ્લો કરાયો

3 જુલાઈ, 2026•
GVGujaratvandan team
સુરેન્દ્રનગરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ, ધોળીપોળથી ચરમાળીયા ચોકી સુધી રસ્તો ખુલ્લો કરાયો

Surendranagar Encroachment Drive: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. વઢવાણના ધોળીપોળથી શીયાણીપોળ થઈ લીંબડી રોડ સુધીના વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાએ સવારથી જ કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લા, કાચા-પાકા બાંધકામો અને અન્ય દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરાયો હતો.

ધોળીપોળથી ચરમાળીયા ચોકી સુધી કાર્યવાહી
માહિતી મુજબ, પાલિકાની ટીમે વહેલી સવારથી ધોળીપોળ વિસ્તારમાં ઝુંબેશ શરૂ કરી હતી. ધોળીપોળથી ચરમાળીયા ચોકી સુધીના માર્ગ પર આવેલા લારી-ગલ્લા, અસ્થાયી દુકાનો અને બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી આ વિસ્તારમાં વધતા દબાણને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

માર્ગ ખુલ્લો થતા ટ્રાફિકને મળશે રાહત
પાલિકાની કાર્યવાહીના પગલે હવે આ માર્ગ પર વાહનવ્યવહાર સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દબાણ દૂર થતાં રસ્તો પહોળો અને ખુલ્લો બન્યો છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને રાહત મળશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પાલિકાની આ ઝુંબેશ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વ્હાલા-દવલાની નીતિના આક્ષેપો પણ ઉઠ્યા
જો, કે દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો, કે અમુક દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે પાલિકા પર ‘વ્હાલા-દવલાની નીતિ’ અપનાવવાના સવાલો પણ ઉઠ્યા હતા. બીજી તરફ, ઝુંબેશ શરૂ થતાં શહેરના અન્ય દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો છે અને હવે પાલિકા અન્ય વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી કરશે કે કેમ તેની ચર્ચા શરૂ થઈ છે.

Tags:
#દબાણહટાવ#RoadSafety#GujaratNews#EncroachmentDrive#Surendranagar
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026