મારું ગુજરાત

સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત: દસાડા નજીક ઇકો કાર ટ્રકમાં ઘૂસી, ત્રણના મોત

26 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માત: દસાડા નજીક ઇકો કાર ટ્રકમાં ઘૂસી, ત્રણના મોત

Surendranagar Accident: દસાડા તાલુકાના વડગામ નજીક એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વડગામ અને પાનવા ગામ વચ્ચે હાઇવેની સાઇડમાં એક ટ્રક ઊભો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બનાવને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

અકસ્માત બાદ ક્લીનર ખેતરમાં ભાગ્યો
અકસ્મા બાદ ટ્રકનો ક્લીનર ગભરાઈને ઘટનાસ્થળેથી નજીકના ખેતર તરફ ભાગ્યો હતો. જોકે, કમનસીબે ખેતરની સુરક્ષા માટે લગાવવામાં આવેલા વીજળીના ઝટકા મશીનવાળા ફેન્સિંગના સંપર્કમાં આવતાં તેને કરંટ લાગ્યો હતો. શોર્ટસર્કિટ અથવા વીજ કરંટની અસરથી ક્લીનરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આમ, સમગ્ર અકસ્માત અને ત્યારબાદ બનેલી ઘટનામાં કુલ ત્રણ લોકોનાં મોત થતાં દસાડા પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ
ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા આ ગંભીર અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. અકસ્માત બાદ હાઇવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

દસાડા પોલીસની કાર્યવાહી
બનાવની જાણ થતાં દસાડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત બાદ સર્જાયેલ ટ્રાફિકને ભારે જહેમતથી દૂર કરાવી હાઇવે પરનો વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે દસાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ મામલે દસાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન#GujaratTraffic#FatalCrash#Tragedy
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026