મારું ગુજરાત

ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન ઉદયપુર જતી વંદે ભારત હવે સુરતથી દોડશે, જાણો અમદાવાદ સહિતના નવા સ્ટોપેજ અને સમય

1 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન ઉદયપુર જતી વંદે ભારત હવે સુરતથી દોડશે, જાણો અમદાવાદ સહિતના નવા સ્ટોપેજ અને સમય

Udaipur Asarwa Vande Bharat Extended to Surat: ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે રેલવે બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અસારવા અને ઉદયપુર સિટી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે સુરત સુધી લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતમાંથી ઉદયપુર, શ્રીનાથદ્વારા સહિત રાજસ્થાનના વિવિધ સ્થળોએ જતા વેપારીઓ, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળશે.

હવે સુરતથી સીધી ઉદયપુરની સફર
નવા આયોજન મુજબ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી શરૂ થઈને ઉદયપુર સિટી સુધી દોડશે. ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડાવવાની યોજના છે. સુરતથી ઉદયપુર જતી ટ્રેન સવારે 6:10 વાગ્યે સુરતથી ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. જ્યારે ઉદયપુરથી પરત આવતી ટ્રેન બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.

આ સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
સુરતથી ઉદયપુર વચ્ચે ટ્રેનને ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર સહિતના મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે.

સુરતથી ઉદયપુર જતી ટ્રેનનું નવું સમયપત્રક

  • સુરત: સવારે 6:10 વાગ્યે ઉપડશે.

  • ભરૂચ: સવારે 6:51થી 6:53 વાગ્યા સુધી રોકાશે.

  • વડોદરા: સવારે 7:40થી 7:45 વાગ્યા સુધી રોકાશે.

  • આણંદ: સવારે 8:11થી 8:13 વાગ્યા સુધી રોકાશે.

  • મણિનગર: સવારે 8:41થી 8:43 વાગ્યા સુધી રોકાશે.

  • અસારવા: સવારે 9:25થી 9:30 વાગ્યા સુધી રોકાશે.

  • હિંમતનગર: સવારે 10:38થી 10:40 વાગ્યા સુધી રોકાશે.

  • શામળાજી રોડ: સવારે 11:08થી 11:10 વાગ્યા સુધી રોકાશે.

  • ડુંગરપુર: સવારે 11:42થી 11:44 વાગ્યા સુધી રોકાશે.

  • ઝાવર: બપોરે 12:45થી 12:47 વાગ્યા સુધી રોકાશે.

  • ઉદયપુર સિટી: બપોરે 1:40 વાગ્યે પહોંચશે.

ઉદયપુરથી સુરત આવતી ટ્રેનનું સમયપત્રક

  • ઉદયપુર સિટી: બપોરે 3:35 વાગ્યે ઉપડશે.

  • ઝાવર: સાંજે 4:01થી 4:03 વાગ્યા સુધી રોકાશે.

  • ડુંગરપુર: સાંજે 4:50થી 4:52 વાગ્યા સુધી રોકાશે.

  • શામળાજી રોડ: સાંજે 5:27થી 5:29 વાગ્યા સુધી રોકાશે.

  • હિંમતનગર: સાંજે 6:18થી 6:20 વાગ્યા સુધી રોકાશે.

  • અસારવા: સાંજે 7:25થી 7:30 વાગ્યા સુધી રોકાશે.

  • મણિનગર: સાંજે 7:58થી 8:00 વાગ્યા સુધી રોકાશે.

  • આણંદ: રાત્રે 8:50થી 8:52 વાગ્યા સુધી રોકાશે.

  • વડોદરા: રાત્રે 9:22થી 9:27 વાગ્યા સુધી રોકાશે.

  • ભરૂચ: રાત્રે 10:10થી 10:12 વાગ્યા સુધી રોકાશે.

  • સુરત: રાત્રે 11:00 વાગ્યે પહોંચશે.

ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે
આ વંદે ભારત એક્સપ્રેસ મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે. સુરતથી ઉદયપુર અને ઉદયપુરથી સુરત બંને દિશામાં ઉપરોક્ત સ્ટેશનો પર ટ્રેનનું રોકાણ રહેશે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી રાજસ્થાન તરફ જતા મુસાફરો માટે આ નિર્ણય ખાસ મહત્વનો છે. ઉદયપુર અને શ્રીનાથદ્વારા જેવા લોકપ્રિય પ્રવાસન તથા ધાર્મિક સ્થળોએ જવા માટે હવે વધુ ઝડપી અને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. વેપારીઓ, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને અમદાવાદ સુધી જઈને ટ્રેન પકડવાની જરૂરિયાત પણ ઘટી શકે છે.

અમલની તારીખની સત્તાવાર જાહેરાત બાકી
રેલવે બોર્ડે સુરત સુધી રૂટ લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જો, કે નવા રૂટ અને સમયપત્રકનો વાસ્તવિક અમલ કઈ ચોક્કસ તારીખથી શરૂ થશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. પશ્ચિમ રેલવે દ્વારા આગામી સમયમાં આ અંગે અંતિમ માહિતી જાહેર કરવામાં આવશે.

Tags:
હિંમતનગર સ્ટોપેજઅસારવા સ્ટોપેજમણિનગર સ્ટોપેજઆણંદ સ્ટોપેજવડોદરા સ્ટોપેજ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026