મારું ગુજરાત

કોલસાના વધતા ભાવથી સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ગરમાયું! હવે સાડી-કપડાં મોંઘાં થશે?

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
કોલસાના વધતા ભાવથી સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ગરમાયું! હવે સાડી-કપડાં મોંઘાં થશે?

Surat Textile Industry Crisis: તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સામે ખર્ચ વધવાનો મોટો પડકાર ઊભો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ખાસ કરીને ઇન્ડોનેશિયાથી આવતા લિગ્નાઇટ કોલસાના ભાવમાં થયેલા ઉછાળાને કારણે યાર્ન, કેમિકલ્સ અને કાપડના પ્રોસેસિંગનો ખર્ચ વધી રહ્યો છે. ઉદ્યોગકારોનું કહેવું છે, કે જો આ સ્થિતિ યથાવત રહી તો તહેવારો પહેલાં કાપડના ભાવ વધારવાની ફરજ પડી શકે છે.

યાર્ન ₹50થી વધીને ₹70 પ્રતિ કિલો સુધી પહોંચ્યું
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નથી લઈને તૈયાર કાપડ સુધી અનેક તબક્કે પેટ્રોલિયમ આધારિત કાચા માલનો ઉપયોગ થાય છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતા પોલિએસ્ટર યાર્નના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. અહેવાલ મુજબ અગાઉ આશરે ₹50 પ્રતિ કિલો મળતું યાર્ન હવે ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. કાપડની ડાઈંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.

કોલસાના ભાવે બગાડ્યું ઉદ્યોગનું આખું ગણિત
ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સૌથી મોટી ચિંતા હાલમાં કોલસાના વધતા ભાવને લઈને છે. ઇન્ડોનેશિયાથી આવતા લિગ્નાઇટ કોલસાનો ભાવ અગાઉ આશરે ₹6,000થી ₹6,500 પ્રતિ ટન હતો, જે હવે વધીને ₹9,000થી ₹10,000 પ્રતિ ટન સુધી પહોંચ્યો હોવાનું ઉદ્યોગકારોનું કહેવું છે. સુરતમાં આશરે 400 કાપડ મિલો આવેલી છે અને દરેક મિલમાં દરરોજ સરેરાશ 30 ટન જેટલો કોલસો વપરાતો હોવાનો ઉદ્યોગકારોનો અંદાજ છે. બોઈલર અને ગરમી માટે કોલસો મહત્વપૂર્ણ હોવાથી તેના ભાવ વધારાની સીધી અસર પ્રોસેસિંગ ખર્ચ પર પડી રહી છે.

કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટરે ₹2 સુધીનો વધારો?
કોલસાના ભાવમાં થયેલા વધારાને કારણે પ્રોસેસિંગ યુનિટોનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે. ઉદ્યોગકારોનું કહેવું છે, કે જો કોલસાના ભાવ હાલના સ્તરે જ રહેશે તો કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટર દીઠ આશરે ₹2 સુધીનો વધારો કરવાની જરૂર પડી શકે છે. સુરતમાં મોટા પાયે કાપડનું પ્રોસેસિંગ થતું હોવાથી મીટર દીઠ નાનો વધારો પણ સમગ્ર ટેક્સટાઇલ સપ્લાય ચેઇન પર મોટો નાણાકીય બોજ નાખી શકે છે.

દિવાળી પહેલાં કાપડ મોંઘું થવાની શક્યતા
તહેવારો દરમિયાન કાપડની માંગ સામાન્ય રીતે વધે છે. ખાસ કરીને દિવાળી પહેલાં કપડાંની ખરીદીમાં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં જો ઉત્પાદન અને પ્રોસેસિંગ ખર્ચ સતત વધતો રહેશે તો વેપારીઓ અને ઉત્પાદકો પાસે ભાવ વધારવા સિવાયનો વિકલ્પ મર્યાદિત રહી શકે છે. જો ભાવ વધારવામાં આવે તો તેની અસર હોલસેલ વેપારીઓથી લઈને રિટેલ બજાર અને અંતે સામાન્ય ગ્રાહકો સુધી પહોંચી શકે છે. બીજી તરફ ભાવ ન વધારવામાં આવે તો ઉદ્યોગકારોના નફાના માર્જિન પર દબાણ વધશે.

કોલસાના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણો
પ્રોસેસિંગ યુનિટના પ્રમુખના જણાવ્યા મુજબ ઇન્ડોનેશિયાથી આવતા કોલસાનો ભાવ હાલમાં ₹9,500થી ₹10,000 પ્રતિ ટનની આસપાસ છે. તેમણે કોલસાના ભાવ વધવા પાછળ મુખ્યત્વે બે કારણો દર્શાવ્યા છે. પ્રથમ, હાલમાં ઇન્ડોનેશિયાથી મુખ્યત્વે એક જ પાર્ટીનો કોલસો આવી રહ્યો છે, જ્યારે અગાઉ અન્ય એક-બે પાર્ટીઓ પાસેથી પણ સપ્લાય મળતો હતો. બીજું, GMDCમાંથી લિગ્નાઇટનું ઉત્પાદન ઓછું થયું હોવા અથવા ઉત્પાદન અટકવાને કારણે સ્થાનિક સપ્લાયમાં અછત ઊભી થઈ હોવાનું તેઓ કહે છે.

‘દિવાળીમાં કમાઈ લઈશું’ તેવા દિવસો દેખાતા નથી: ઉદ્યોગકાર
કોલસાના ભાવ વધવાથી સમગ્ર ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ ચિંતામાં છે. ચોમાસાના હજુ બે મહિના બાકી હોવાથી આગામી સમયમાં સ્થિતિ વધુ કેવી બનશે તે અંગે પણ ઉદ્યોગકારો ચિંતિત છે. તેમણે કહ્યું કે ભાવ વધારો કરવો પડે તો પણ કેટલો ઓછામાં ઓછો વધારો કરવામાં આવે જેથી દિવાળીની સિઝનમાં કાપડ ઉદ્યોગને વધુ નુકસાન ન થાય, તે અંગે ઉદ્યોગકારો સાથે મળીને નિર્ણય લેવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ એવી છે કે દિવાળીની સિઝનમાં સારી કમાણી થશે તેવી આશા પણ ઉદ્યોગકારોને દેખાતી નથી.

કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી
કોલસાના ભાવમાં ઘટાડો કરવા માટે ઉદ્યોગકારો હવે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રોસેસિંગ યુનિટના પ્રમુખ દ્વારા આ અંગે સરકારને પત્ર લખીને જરૂરી પગલાં લેવાની માંગ કરવામાં આવશે. ઉદ્યોગકારોનું કહેવું છે, કે કોલસા, યાર્ન અને કેમિકલ્સ જેવા કાચા માલના ખર્ચમાં રાહત મળે તો જ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી શકે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સામે હવે બેવડો પડકાર
એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી યાર્ન અને કેમિકલ્સ મોંઘા થઈ રહ્યા છે, તો બીજી તરફ કોલસાના ભાવમાં ઉછાળાથી પ્રોસેસિંગ ખર્ચ વધી રહ્યો છે. આ બંને પરિબળો એકસાથે અસર કરતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું ખર્ચનું ગણિત ખોરવાયું છે. હવે જો કોલસાના ભાવમાં ઘટાડો નહીં થાય અથવા કાચા માલના ખર્ચમાં રાહત નહીં મળે તો તહેવારોની સિઝન પહેલાં કાપડના ભાવ વધવાની શક્યતા વધુ મજબૂત બની શકે છે. તેની સીધી અસર સુરતના વેપારીઓ, ઉત્પાદકો અને અંતે સામાન્ય ગ્રાહકો પર પડવાની સંભાવના છે.

Tags:
#સુરત#કાપડ#TextileCrisis#DiwaliShopping#Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026