મારું ગુજરાત

જન્માષ્ટમીએ નંદલાલા માટે ખાસ પારણાંની ધૂમ! 11 ગ્રામથી 2 કિલો સુધીના પારણાં

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
જન્માષ્ટમીએ નંદલાલા માટે ખાસ પારણાંની ધૂમ! 11 ગ્રામથી 2 કિલો સુધીના પારણાં

Janmashtami Silver Cradle: જન્માષ્ટમીના પર્વને લઈને સુરતના જ્વેલર્સ બજારમાં ખાસ રોનક જોવા મળી રહી છે. આ વખતે ‘નંદલાલા’ માટે ચાંદીના પારણા ખરીદવાનો ક્રેઝ ભક્તોમાં વધ્યો છે. બજારમાં માત્ર 11 ગ્રામથી લઈને 1.50થી 2 કિલો સુધીના વજનમાં ચાંદીના પારણાં ઉપલબ્ધ છે. ભક્તો પોતાની પસંદ અને બજેટ પ્રમાણે પારણાં ખરીદી રહ્યા છે. આ પારણાંની કિંમત અંદાજે ₹5 હજારથી શરૂ થઈને ₹7-8 લાખ સુધી પહોંચી રહી છે.

ભક્તિ સાથે ‘ઇન્વેસ્ટમેન્ટ’નો ટ્રેન્ડ
ચાંદીના પારણાંની ખરીદી હવે માત્ર ધાર્મિક પરંપરા પૂરતી સીમિત રહી નથી. ચાંદીના ભાવમાં અગાઉ નોંધાયેલી તેજી અને હાલમાં ભાવમાં જોવા મળેલી સ્થિરતાને કારણે કેટલાક ગ્રાહકો આ ખરીદીને ‘ભક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ’ તરીકે પણ જોઈ રહ્યા છે. ભક્તોનું માનવું છે કે ચાંદીનું પારણું ઘરના મંદિરમાં બાળગોપાલની સેવા માટે ઉપયોગી રહેશે અને સાથે ચાંદી એક મૂલ્યવાન ધાતુ હોવાથી ભવિષ્યમાં પણ તેનું મૂલ્ય જળવાઈ શકે છે.

11 ગ્રામથી 2 કિલો સુધીના પારણાંની વિવિધ રેન્જ
સુરતના ડી. ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ચોકસીના જણાવ્યા મુજબ, ગ્રાહકોની પસંદગી અને બજેટને ધ્યાનમાં રાખીને નાના-મોટા વિવિધ કદ અને ડિઝાઇનના પારણાં તૈયાર કરવામાં આવ્યા છે. શોરૂમમાં નાનામાં નાનું 11 ગ્રામનું પારણું ઉપલબ્ધ છે, જ્યારે મોટા કદમાં 1.50થી 2 કિલો સુધીના પારણાં પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેની કિંમત આશરે ₹5,000થી શરૂ થઈને ₹7થી ₹8 લાખ સુધી પહોંચે છે. આ ઉપરાંત બાળગોપાલની મૂર્તિઓમાં પણ 20 ગ્રામથી 1 કિલો સુધીની વિવિધ સાઇઝ ઉપલબ્ધ છે. ભક્તો પોતાના ઘરના મંદિર અને બાળગોપાલની મૂર્તિના કદ પ્રમાણે પારણું પસંદ કરી રહ્યા છે.

વુડન-સિલ્વર ફ્યુઝન પારણાની પણ વધી માગ
ચાંદીના ભાવમાં અગાઉની સરખામણીએ વધારો થયો હોવાથી મધ્યમ વર્ગના ગ્રાહકો માટે જ્વેલર્સે એક અલગ કોન્સેપ્ટ પણ રજૂ કર્યો છે. લાકડાના બેઝ પર ચાંદીનું નકશીકામ અને લેયરિંગ કરવામાં આવેલા વુડન-સિલ્વર ફ્યુઝન પારણાં ગ્રાહકોને પસંદ આવી રહ્યા છે. આ પારણાં દેખાવમાં ભવ્ય અને મોટા લાગે છે, પરંતુ સંપૂર્ણ ચાંદીના પારણાંની સરખામણીએ બજેટ ફ્રેન્ડલી રહે છે. પરંપરાગત કોતરણી સાથે આધુનિક ડિઝાઇનના આ પારણાં ખાસ કરીને યુવા ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પારણામાં ઝૂલતા બાળગોપાલ, અવનવી ડિઝાઇનની માગ
બજારમાં અલગ-અલગ પેટર્ન અને સાઇઝના ચાંદીના પારણાં જોવા મળી રહ્યા છે. કેટલાક પારણાંમાં સુંદર નકશીકામ, તો કેટલાકમાં પરંપરાગત ડિઝાઇન સાથે આધુનિક ટચ આપવામાં આવ્યો છે. પારણામાં ઝૂલતા બાળગોપાલનું દૃશ્ય ભક્તોને ખાસ આકર્ષી રહ્યું છે.

જન્માષ્ટમી પહેલાં જ્વેલર્સ બજારમાં તેજી
જન્માષ્ટમી નજીક આવતાં સુરતના જ્વેલર્સ શોરૂમમાં ભક્તોની અવરજવર વધી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ગ્રાહકો પોતાના ઘરના મંદિર માટે તેમજ સગા-સંબંધીઓને ભેટ આપવા માટે પણ નાના-મોટા ચાંદીના પારણાં ખરીદી રહ્યા છે. ભાવમાં સ્થિરતા હોવાથી કેટલાક ગ્રાહકો અગાઉથી બુકિંગ પણ કરાવી રહ્યા છે. આમ, જન્માષ્ટમી પહેલાં જ સુરતના જ્વેલર્સ બજારમાં ભક્તિ, પરંપરા અને ચાંદીની ખરીદીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

Tags:
ચાંદીના પારણાની કિંમતચાંદીનું રોકાણચાંદીની ખરીદીસુરત જ્વેલર્સબાળગોપાલ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026