મારું ગુજરાત

સુરતમાં બાળકો ગુમ થવાના કેસમાં ચિંતાજનક વધારો, શાકભાજીવાળા-રિક્ષાચાલકોના વોટ્સએપ ગ્રુપથી 260 બાળકો મળ્યાં

14 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
સુરતમાં બાળકો ગુમ થવાના કેસમાં ચિંતાજનક વધારો, શાકભાજીવાળા-રિક્ષાચાલકોના વોટ્સએપ ગ્રુપથી 260 બાળકો મળ્યાં

Surat Missing Children News: સુરતના સચિન GIDC પોલીસ સ્ટેશને ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે વર્ષમાં પોલીસ સ્ટેશનની હદમાંથી અંદાજે 261 બાળકો ગુમ થયાં હતાં, જેમાંથી પોલીસે ખાસ SOP તૈયાર કરીને 260 બાળકોને સુરક્ષિત શોધી કાઢ્યાં છે. આ માટે પોલીસે શાકભાજીની લારીવાળા, દુકાનદારો, વેપારીઓ, રિક્ષાચાલકો અને રેલવે સ્ટાફને જોડીને વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં છે. આ નેટવર્કની મદદથી 260 બાળકોને શોધીને તેમનાં માતા-પિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. પોલીસની આ કામગીરીથી અનેક પરિવારોના ચહેરા પર ફરી ખુશી આવી છે.

ઠપકો મળતાં કે દાદા-દાદીની યાદમાં ઘર છોડે છે બાળકો
સચિન GIDC પોલીસ સ્ટેશનના PI કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન બાળકો ઘર છોડવા પાછળનાં અલગ-અલગ કારણો સામે આવ્યાં છે. કેટલાંક બાળકો માતા-પિતાના સામાન્ય ઠપકાથી નારાજ થઈને ઘર છોડી દે છે, તો કેટલાંક રમતાં-રમતાં રસ્તો ભૂલી જાય છે. આ ઉપરાંત, વતનમાંથી નવાં આવેલાં બાળકો દાદા-દાદી કે નાના-નાનીની યાદમાં પણ ઘર છોડીને નીકળી જતાં હોય છે. PIના જણાવ્યા અનુસાર, ટેકનિકલ ટીમ, CCTV કેમેરા અને સ્થાનિક લોકોના નેટવર્કની મદદથી બાળકોને શક્ય તેટલા ઓછા સમયમાં શોધી કાઢવામાં આવે છે.

દર બે દિવસે એક બાળક ગુમ થવાની ઘટના
સચિન GIDC પોલીસ સ્ટેશનનો વિસ્તાર અંદાજે 20 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલો છે. અહીં પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી રહે છે. મોટાભાગનાં પરિવારોમાં પતિ-પત્ની બંને કારખાનાં કે મિલોમાં કામ કરવા જતા હોવાથી બાળકો ઘણીવાર ઘરે એકલાં રહે છે. આ વિસ્તારમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં દર બે દિવસે સરેરાશ એક બાળક ગુમ થવાની ઘટના બને છે. ઘણી વખત માતા-પિતા સાંજે કામ પરથી ઘરે પરત ફર્યા બાદ 6થી 8 કલાક મોડા પોલીસને જાણ કરતા હોય છે. તેમ છતાં સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 99 ટકા રિકવરી રેટ હાંસલ કર્યો છે.

શાકભાજીવાળાથી રેલવે સ્ટાફ સુધીનું નેટવર્ક તૈયાર કર્યું
સચિન GIDC પોલીસ સ્ટેશનના PI કુલદીપસિંહ ગોહિલ અને તેમની ટીમે બાળકોને શોધવા માટે સ્થાનિક લોકોનું મજબૂત નેટવર્ક ઊભું કર્યું છે. પોલીસે શાકભાજીની લારીવાળા, વેપારી એસોસિએશન, દુકાનદારો, રિક્ષાચાલકો અને આસપાસનાં ગામોના આગેવાનો સાથે વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં છે. જ્યારે કોઈ બાળક ગુમ થાય છે ત્યારે ગણતરીની મિનિટોમાં તેનો ફોટો આ ગ્રુપમાં શેર કરવામાં આવે છે. આ રીતે વિસ્તારના અનેક લોકો સુધી બાળકની માહિતી ઝડપથી પહોંચે છે અને તેને શોધવામાં મદદ મળે છે. આ ઉપરાંત, બાળકો પોતાના વતન તરફ જતી ટ્રેનમાં બેસીને નીકળી ન જાય તે માટે પોલીસે રેલવે અધિકારીઓ સાથે પણ સંકલન કર્યું છે. ટ્રેન અને પ્લેટફોર્મ પર નજર રાખીને બાળકોને શોધી કાઢવાની કામગીરી કરવામાં આવે છે.

દોઢ વર્ષ બાદ 11-12 વર્ષની વૈષ્ણવી મળી આવી
પોલીસની આ કામગીરીમાં સૌથી પડકારજનક કિસ્સો 11થી 12 વર્ષની વૈષ્ણવીનો હતો. તેને શોધવા માટે સચિન GIDC પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની કુલ 16 ટીમો કામે લાગી હતી. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ તપાસ્યાં હતાં. લાંબી શોધખોળ બાદ દોઢ વર્ષ પછી વૈષ્ણવીને સુરક્ષિત શોધી કાઢવામાં આવી હતી. આ કામગીરીમાં સ્થાનિક લોકોના નેટવર્કની સાથે પોલીસની ટેકનિકલ તપાસ પણ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. સચિન GIDC પોલીસની આ કામગીરી માત્ર ગુમ થયેલાં બાળકોને શોધવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ શ્રમિક પરિવારોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાનું પણ ઉદાહરણ બની છે. 260 બાળકોને સુરક્ષિત પરત લાવીને પોલીસે અનેક પરિવારોને મોટી રાહત આપી છે.

Tags:
Child ProtectionGIDC PoliceBreaking NewsGujarat NewsWhatsApp Groups
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026