મારું ગુજરાત

ચારધામ યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવાર પર આભ તૂટી પડ્યું, ઉત્તરકાશીમાં કાર નદીમાં ખાબકતાં ત્રણનાં મોત

5 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ચારધામ યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવાર પર આભ તૂટી પડ્યું, ઉત્તરકાશીમાં કાર નદીમાં ખાબકતાં ત્રણનાં મોત

Uttarkashi Car Accident: ચારધામની યાત્રાએ ગયેલા સુરતના પટેલ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ઈનોવા કાર ઊંડી ખીણમાં ખાબકીને નદીમાં પડી જતાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં છે. અકસ્માતમાં સુરતમાં વકીલાત કરતા અશોકભાઈ પટેલ, તેમનાં પત્ની સુધાબેન અને પુત્રી રૂતિકાનું મૃત્યુ થયું છે, જ્યારે પુત્ર વેદાંત ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. પરિવાર 31 ઓક્ટોબરે સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યો હતો. બીજી તરફ, તેમની સાથે યાત્રાએ ગયેલાં અમદાવાદના ન્યૂ રાણીપનાં કિરણબેન પટેલ અકસ્માત બાદ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

ગંગોત્રી નેશનલ હાઈવે પર કાર નદીમાં ખાબકી
મળતી માહિતી મુજબ, અશોકભાઈ પટેલ પરિવારના સભ્યો અને અન્ય સંબંધીઓ સાથે ઈનોવા કારમાં ગંગોત્રી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક ઊંડી ખીણમાં ખાબકીને નદીમાં પડી હતી. અકસ્માતની જાણ થતાં જ બચાવ અને વહીવટી તંત્રની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં પટેલ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી હતી અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

માતા-પિતા અને પુત્રીનું મોત, પુત્ર વેદાંત સારવાર હેઠળ
આ અકસ્માતમાં સુરતના અશોકભાઈ પટેલ, તેમનાં પત્ની સુધાબેન પટેલ અને પુત્રી રૂતિકા પટેલનું મોત થયું છે. જ્યારે પુત્ર વેદાંતને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અશોકભાઈ પટેલ સુરતમાં વકીલાત કરતા હતા. તેમની પુત્રી રૂતિકાએ BCA સુધીનો અભ્યાસ કર્યો હતો અને સરકારી નોકરી માટે તૈયારી કરી રહી હતી. તેમનો પુત્ર વેદાંત ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. પટેલ પરિવાર મૂળ ધંધુકાના પચ્છમ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

પાડોશીને ખબરઅંતર પૂછવા ફોન કર્યો, પોલીસે મોતના સમાચાર આપ્યા
સુધાબેન અને તેમના પરિવારનાં નિધનના સમાચારથી સુરતમાં રહેતા પાડોશીઓ અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે. પિન્ટુબેને પરિવારને યાદ કરતાં જણાવ્યું હતું કે પટેલ પરિવાર ખૂબ જ ભક્તિભાવ ધરાવતો અને હસમુખો સ્વભાવનો હતો. તેમણે કહ્યું કે સુધાબેન દરરોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઊઠીને કાંતારેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરવા જતાં હતાં. પરિવાર સાથે આવો અકસ્માત થશે એવી કલ્પના પણ નહોતી. પિન્ટુબેને જણાવ્યું કે સવારે પરિવારની ખબરઅંતર પૂછવા માટે ફોન કર્યો ત્યારે પોલીસ દ્વારા તેમના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળીને પરિવારના પાડોશીઓ અને પરિચિતોને પણ મોટો આઘાત લાગ્યો છે.

અમદાવાદનાં ન્યૂ રાણીપનાં કિરણબેન પણ યાત્રામાં હતાં, અકસ્માત બાદ ગુમ
આ જ યાત્રામાં અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતાં કિરણબેન પટેલ પણ પરિવાર સાથે ગયાં હતાં. અકસ્માત બાદ તેઓ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. કિરણબેનના સસરાએ જણાવ્યું હતું કે તેઓ 30 ઓક્ટોબરે અમદાવાદથી સુરત ગયાં હતાં અને ત્યાંથી ચારધામની યાત્રાએ નીકળ્યાં હતાં. અકસ્માત બાદ પરિવારજનો તેમની સ્થિતિ અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.

ચારધામની યાત્રા વચ્ચે પરિવાર પર આભ તૂટી પડ્યું
31 ઓક્ટોબરે શ્રદ્ધા અને ભક્તિ સાથે ચારધામની યાત્રાએ નીકળેલા પટેલ પરિવાર માટે આ પ્રવાસ ક્યારેય ન ભૂલી શકાય તેવી દુર્ઘટનામાં ફેરવાઈ ગયો છે. અશોકભાઈ, સુધાબેન અને રૂતિકાના નિધનથી પરિવારજનો તથા પરિચિતોમાં શોકનો માહોલ છે. બીજી તરફ, ઘાયલ વેદાંતની સારવાર અને ગુમ કિરણબેનની શોધ અંગે પરિવારજનો માહિતીની રાહ જોઈ રહ્યા છે.

Tags:
ગુજરાતવંદનગુજરાતના સમાચારકિરણબેન ગુમવેદાંત પટેલ ઘાયલરૂતિકા પટેલ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026