મારું ગુજરાત

વંદે ભારત ટ્રેન ફરી બની પથ્થરમારાનું નિશાન, સુરત-નવસારી વચ્ચે C-4 કોચનો કાચ તૂટ્યો

18 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
વંદે ભારત ટ્રેન ફરી બની પથ્થરમારાનું નિશાન, સુરત-નવસારી વચ્ચે C-4 કોચનો કાચ તૂટ્યો

Stone Pelting on Vande Bharat Train: ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. માત્ર 10 દિવસમાં બીજી વખત આ ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત અને નવસારી વચ્ચે સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર C-4 કોચની બારી પર અથડાતાં બહારનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.

સચિન રેલવે સ્ટેશન પાસે ચાલતી ટ્રેન પર પથ્થર ફેંક્યો
મળતી માહિતી મુજબ, મંગળવારે (17 નવેમ્બર) સાંજે આશરે 5:23 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસ સુરતથી નવસારી તરફ જઈ રહી હતી. આ દરમિયાન સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સે ચાલતી ટ્રેન પર પથ્થર ફેંક્યો હતો. પથ્થર સીધો ટ્રેનના C-4 કોચની બારી સાથે અથડાયો હતો. તેના કારણે બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. અચાનક થયેલા અવાજથી કોચમાં બેઠેલા મુસાફરો ચોંકી ઊઠ્યા હતા. જોકે, સદનસીબે બારીનો અંદરનો કાચ સુરક્ષિત રહેતાં કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી.

RPF અને રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે વિભાગના અધિકારીઓ સક્રિય થયા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. આ મામલે સચિન પોલીસ સ્ટેશન અને RPFમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરનાર શખ્સને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકનારા તત્ત્વોને ઝડપી પાડવા રેલવે સુરક્ષા દળ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરત પંથકમાં ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ
સુરત અને આસપાસના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે રેલવેની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ પાછળ કોઈ ચોક્કસ કારણ છે કે પછી અસામાજિક તત્ત્વોની શરારત છે, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

વંદે ભારત ટ્રેનને વારંવાર કેમ બનાવવામાં આવે છે નિશાન?
દેશની સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ પર વારંવાર પથ્થરમારાની ઘટનાઓ સામે આવતાં હવે સવાલ ઊભો થયો છે કે આ ટ્રેનને જ કેમ નિશાન બનાવવામાં આવે છે? માત્ર 10 દિવસમાં બીજી ઘટના બનતાં મુસાફરોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. હવે તપાસ એજન્સીઓ પથ્થરમારો કરનાર શખ્સોને ક્યારે ઝડપી પાડે છે અને આવી ઘટનાઓ રોકવા રેલવે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

Tags:
GujaratVandanGujarat Railway NewsRPF InvestigationC4 Coach Glass BrokenSachin Railway Station
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026