મારું ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની બેદરકારીએ પિતા-પુત્રીનો ભોગ લીધો: તાપી નદીમાં માછીમારી કરતા પરિવાર પર લોખંડની ભારે પ્લેટ પડતા અરેરાટી

24 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની બેદરકારીએ પિતા-પુત્રીનો ભોગ લીધો: તાપી નદીમાં માછીમારી કરતા પરિવાર પર લોખંડની ભારે પ્લેટ પડતા અરેરાટી

Surat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામ પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેન બ્રિજ પર આજે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના ઘટી છે. તાપી નદીમાં માછીમારી કરી રહેલા એક પરિવાર પર બ્રિજ નિર્માણમાં વપરાતી લોખંડની ભારેભરખમ પ્લેટ અચાનક નીચે પડતા 35 વર્ષીય પિતા અને તેમની 9 વર્ષીય માસૂમ પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત જિલ્લામાં પ્રોજેક્ટની સુરક્ષા વ્યવસ્થા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ ફાટી નીકળ્યો છે.

માછીમારી દરમિયાન મોતની તરાપ
પ્રાપ્ત વિગતો અનુસાર, કઠોર ગામના બદાત ફળિયામાં રહેતા મોહસીન ઇકબાલ શેખ (ઉ.વ. 35) પોતાની પત્ની અને 9 વર્ષની પુત્રી હુમા શેખ સાથે સાંજના 4:45 વાગ્યાના અરસામાં હોડી લઈને તાપી નદીમાં માછીમારી કરવા નીકળ્યા હતા. જ્યારે તેમની હોડી નદીની મધ્યમાં બની રહેલા બુલેટ ટ્રેન બ્રિજના પિલર નીચેથી પસાર થઈ રહી હતી, ત્યારે પિલર પર ફિટ કરવામાં આવેલી લોખંડની વિશાળ અને વજનદાર પ્લેટ અચાનક પત્તાની માફક નીચે પડી હતી. આ પ્લેટ સીધી જ તેમની હોડી પર પડી હતી, જેના કારણે હોડીના ફુરચા ઉડી ગયા હતા અને પિતા-પુત્રી પ્લેટ નીચે દબાઈ ગયા હતા.

શ્રમિકે પાણીમાં ઝંપલાવી માતાનો જીવ બચાવ્યો
આ ભયાનક અકસ્માત સમયે નદીમાં ડૂબી રહેલી મહિલાનો બચાવ અવાજ સાંભળી નજીકમાં કામ કરી રહેલા એક શ્રમિકે તાત્કાલિક નદીમાં ઝંપલાવ્યું હતું. શ્રમિકે સાહસ બતાવીને મહિલાને ડૂબતી બચાવી લીધી હતી. જોકે, પિતા મોહસીન અને પુત્રી હુમા લોખંડની પ્લેટ નીચે દબાઈ જવાના કારણે અને ઊંડા પાણીમાં હોવાથી તેમને બચાવી શકાયા નહોતા. સ્થાનિક માછીમારોએ ભારે જહેમત બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

NHSRCL અને પોલીસની તપાસ તેજ
ઘટના અંગે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે કંપની અને કોન્ટ્રાક્ટર પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. બીજી તરફ, ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.યુ. બારડે જણાવ્યું કે, "મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન કેમ ન થયું અને પ્લેટ કયા ટેકનિકલ કારણોસર પડી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે."

સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જ્યારે નદીમાં લોકોની અવરજવર ચાલુ હોય ત્યારે આટલી ભારે કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા કે બેરિકેડિંગ કરવામાં આવ્યું નહોતું. પોલીસ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરના નિવેદનો લેશે. જો તપાસમાં બેદરકારી સાબિત થશે, તો જવાબદારો સામે મનુષ્ય વધ સમાન ગુનો નોંધવાની પણ કાર્યવાહી થઈ શકે છે.

Tags:
Government Negligenceસરકારી બેદરકારીGujarat Tragedyગુજરાત દુર્ઘટનાLatest News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026