મારું ગુજરાત

સુરત: સરકારી શાળાના આચાર્ય-પાસ્ટરની ધર્માંતરણ અને દુષ્કર્મના કાવતરામાં ધરપકડ, ડૉક્ટર પુત્ર વિરુદ્ધ પણ ફરિયાદ

12 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
સુરત: સરકારી શાળાના આચાર્ય-પાસ્ટરની ધર્માંતરણ અને દુષ્કર્મના કાવતરામાં ધરપકડ, ડૉક્ટર પુત્ર વિરુદ્ધ પણ ફરિયાદ

Mandvi Conversion Rape Case: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળાના આચાર્ય અને ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. આ પિતા-પુત્ર પર આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, તેનું ગેરકાયદે ધર્માંતરણ કરાવવા અને દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

પિતા-પુત્ર વિરુદ્ધ કાર્યવાહીની માંગ
પીડિત યુવતીએ આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર આચાર્ય રામજી ચૌધરી અને તેમના ડૉક્ટર પુત્ર અંકિત ચૌધરી બંને વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ડૉક્ટર પુત્ર અંકિત વિરુદ્ધ ગત 6 જૂનના રોજ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જોકે આરોપી ડૉક્ટરે તાત્કાલિક આગોતરા જામીન મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેના પિતા રામજી ચૌધરીની ધર્માંતરણના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

પિતા-પુત્રનું ધર્મ પરિવર્તનનું ષડયંત્ર
માંડવી તાલુકાની આદિવાસી યુવતીએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ, ક્લિનિક ચલાવતા ડૉ. અંકિત રામજી ચૌધરીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ અંકિતે તેને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરી હતી અને તેનું હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવી દીધું હતું.

યુવતી સમક્ષ લગ્ન માટે અમાનવીય શરત મૂકી
આ ઘૃણાસ્પદ ષડયંત્રમાં અંકિતે યુવતી સમક્ષ લગ્ન માટે એક અમાનવીય શરત મૂકી હતી: યુવતીના સમગ્ર પરિવારે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડશે. પરિવારે આ શરત માનવાનો સ્પષ્ટ ઇનકાર કરતા યુવતીએ આખરે માંડવી પોલીસ મથકે ડૉ. અંકિત વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

સરકારી શાળાના આચાર્ય જ મુખ્ય સૂત્રધાર અને પાસ્ટર
આ ઘટના અને હિન્દુ સંગઠનોની ઉગ્ર રજૂઆતો બાદ સુરત ગ્રામ્ય પોલીસ વડાએ કેસની તપાસ DYSP બી.કે. વનારને સોંપી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર ધર્માંતરણના કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર ડૉ. અંકિતનો પિતા, રામજીભાઈ દુબલભાઈ ચૌધરી જ હતો. આરોપી રામજી ચૌધરી માંડવીની પીપલવાડા ગામની સરકારી મુખ્ય શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. ચોંકાવનારી બાબત એ છે કે સરકારી શાળાના આચાર્ય હોવા છતાં રામજી ચૌધરી પોતે ખ્રિસ્તી પાસ્ટર છે અને ‘ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઇફ ચેરીટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ પણ છે.

લાલચ આપીને ધર્માંતરણ
પોલીસે તપાસમાં જણાવ્યું કે સરકારી શિક્ષકની ફરજ બજાવતા આ આચાર્ય ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને પૈસા અને અન્ય લાલચ આપીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચલાવતા હતા. આ નક્કર પુરાવાઓના આધારે પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી છે.

કાયદાનું કડક અમલ અને નેટવર્કની તપાસની માંગ
એક સરકારી શાળાના આચાર્ય આટલા લાંબા સમયથી પાસ્ટર તરીકે ધર્માંતરણની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા હતા, છતાં શિક્ષણ વિભાગ કે અન્ય તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં ન લેવાયા, તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસ હવે પકડાયેલા આરોપી આચાર્યના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. હિન્દુ સંગઠનોએ માત્ર આચાર્ય પિતા-પુત્ર જ નહીં, પરંતુ આ સમગ્ર ધર્માંતરણના નેટવર્કને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કડકમાં કડક અને વિસ્તૃત તપાસની માંગ કરી છે, જેમાં ટ્રસ્ટના સંચાલન અને ફંડિંગની પણ તપાસ થાય.

Tags:
Hindu OrganizationsCharitable TrustDUYSP InvestigationAnti-Conversion LawArrest
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026