Sumul Dairy milk price hike: મોંઘવારીનો સામનો કરી રહેલા મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. અમૂલ બાદ હવે દક્ષિણ ગુજરાતની અગ્રણી સુમુલ ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા વિવિધ વેરાયટી અને પેકિંગ સાઈઝ મુજબ પ્રતિ પેકેટ રૂ. 1 થી રૂ. 6 સુધીનો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. નવા દરો આજથી એટલે કે 19 નવેમ્બરથી જ અમલી બની ગયા છે, જેની સીધી અસર સુરત અને તાપી જિલ્લાના લાખો પરિવારોના માસિક બજેટ પર પડશે.
ભેંસના દૂધ અને અમૂલ ગોલ્ડના ગ્રાહકોને સૌથી મોટો ફટકો
સુમુલ ડેરીના આ નિર્ણયની સૌથી વધુ અસર ભેંસનું દૂધ અને અમૂલ ગોલ્ડ વાપરતા ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ભેંસના દૂધના 1 લિટરના પેકેટમાં સીધો રૂ. 6નો તોતિંગ વધારો કરાયો છે.
કઈ વેરાયટીમાં કેટલો ભાવ વધ્યો? (જૂના અને નવા ભાવની યાદી)
રોજિંદા 12.50 લાખ લિટરના વેચાણ પર અસર, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
આંકડાકીય માહિતી મુજબ, સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દરરોજ અંદાજે 12.50 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવે છે. સવારની ચા-નાસ્તાથી લઈને રસોડાની દરેક વાનગીમાં દૂધ એ અત્યંત અનિવાર્ય ઘટક છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ જશે અને સામાન્ય પરિવારોએ દૂધના દૈનિક વપરાશમાં કાપ મૂકવાની ફરજ પડી શકે છે.








