મારું ગુજરાત

ઉનામાં કડક કાર્યવાહી: નોટિસ છતાં જર્જરિત રહેલા મેજિકો દો માર રિસોર્ટનું ડિમોલેશન

12 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
ઉનામાં કડક કાર્યવાહી: નોટિસ છતાં જર્જરિત રહેલા મેજિકો દો માર રિસોર્ટનું ડિમોલેશન

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં તંત્રે આજે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ કાર્યવાહી હાથ ધરી છે. ઉના તાલુકાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક આવેલ મેજિકો દો માર બીચ રિસોર્ટ પર લાંબા સમયથી ચાલતી ચર્ચાઓ અને નોટિસોની પ્રક્રિયા બાદ અંતે ડિમોલેશન અમલમાં મૂકવામાં આવ્યું છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં ક્યારેક આકર્ષણરૂપ બનેલું આ રિસોર્ટ હવે વર્ષો જૂની અને જોખમી સ્થિતિને લીધે તંત્રની કડક કાર્યવાહીનું નિશાન બન્યું.

ઇમારત જર્જરિત બની રહી છે
માહિતી મુજબ, મેજિકો દો માર રિસોર્ટ ગુજરાત પ્રવાસન વિભાગની જમીન પર લીઝ આધારિત બનાવવામાં આવ્યું હતું. પરંતુ રિસોર્ટની લીઝની અવધિ વર્ષો પહેલા પૂર્ણ થઈ ગઈ હતી. જિલ્લા કલેક્ટર દ્વારા સંચાલનને ઘણી વખત સૂચનાઓ આપવામાં આવી હતી કે ઇમારત જર્જરિત બની રહી છે અને જાહેર સુરક્ષાને જોખમરૂપ છે. જોકે રિસોર્ટ સંચાલકો તરફથી જરૂરી પગલાં કે મરામત કાર્ય ન કરવામાં આવતા તંત્ર પાસે ડિમોલેશન સિવાયનો વિકલ્પ રહ્યો ન હતો.

સમગ્ર ડિમોલેશન પ્રક્રિયાની દેખરેખ
આજે સવારે વહેલી કલાકોથી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉના ડે. કલેક્ટર પરમાર, મામલતદાર, રેવન્યુ વિભાગની ટીમ, પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક તંત્રના અનેક કર્મચારીઓ હાજર રહી સમગ્ર ડિમોલેશન પ્રક્રિયાની દેખરેખ કરી. તંત્રએ સ્થળની કડક સુરક્ષા વચ્ચે મશીનરી દ્વારા માળખું તોડી પાડવાનું કામ શરૂ કર્યું, જે થોડા કલાકોમાં પૂર્ણ થયું.

કન્ડિશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું
સ્થાનિક સ્તરે આ રિસોર્ટ લોકો માટે જાણીતું હતું અને ઘણા વર્ષો સુધી પ્રવાસીઓને આકર્ષતું રહ્યું હતું. પરંતુ સમય જતાં ઇમારત અત્યંત પાટાગોઠ થઈ ગઈ હતી. તંત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર રિસોર્ટના સ્ટ્રક્ચરલ કન્ડિશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ થયું હતું કે ઇમારત જોખમી બની ગઈ છે અને કોઇપણ સમયે ધરાશાયી થવાનો ભય છે. તેથી જાહેર સુરક્ષા હિતને ધ્યાનમાં રાખીને તેને દૂર કરવું અનિવાર્ય બન્યું હતું.

તંત્રના નિર્ણયને યોગ્ય ગણાવ્યો
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી માત્ર એક ઇમારત સુધી મર્યાદિત નથી. જિલ્લા તંત્રએ જણાવ્યું છે કે નિયમ વિરુદ્ધ, ગેરકાયદેસર કે જોખમી બનેલાં તમામ માળખાં સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સરકારની જમીન પર લીઝ પૂર્ણ થયા બાદ પણ ગેરકાયદે કબજો અથવા જર્જરિત ઇમારત જાળવી રાખવામાં આવશે તો તે સામે નિયમાનુસાર પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક લોકોએ તંત્રના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે અને જણાવ્યું છે કે જોખમી માળખાં દૂર થવાથી સુરક્ષા વધશે. જ્યારે થોડા લોકોએ રિસોર્ટના ઈતિહાસ અને તેની યાદોને યાદ કરતાં ભાવુકતા પણ વ્યક્ત કરી છે. તેમ છતાં, તંત્રનું માનવું છે કે જાહેર સુરક્ષા હંમેશા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

Tags:
Breaking News Gujaratબ્રેકિંગ ન્યૂઝ ગુજરાતDevelopment Administrationવિકાસ પ્રશાસનUrban Regulation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026