મારું ગુજરાત

સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, ઝડપાયેલા યુવકનો સ્ફોટક ખુલાસો- 'મને ₹50 હજારની લાલચ આપી મોકલાયો હતો'

17 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, ઝડપાયેલા યુવકનો સ્ફોટક ખુલાસો- 'મને ₹50 હજારની લાલચ આપી મોકલાયો હતો'

Shoe Throw Attempt At AAP MLA Gopal Italia: જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ ગામે 16 જાન્યુઆરીની રાત્રિના સમયે આયોજિત આમ આદમી પાર્ટીની 'ખેડૂત સન્માન સભા'માં અચાનક ગરમાવો આવી ગયો હતો. સભા દરમિયાન વિસાવદરના ધારાસભ્ય અને AAP નેતા ગોપાલ ઈટાલિયા જ્યારે સ્ટેજ પરથી સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા શખ્સે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર જાગ્રત કાર્યકરો અને પોલીસ સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી હુમલાખોરને ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ ઝડપાયેલા શખ્સે જે વિગતો આપી છે, તેણે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

ષડયંત્રનો પર્દાફાશ
પકડાયેલા હુમલાખોરની ઓળખ શબ્બીર મહંમદ હુસેન પરમાર તરીકે થઈ છે. તેણે પોલીસ અને મીડિયા સમક્ષ ચોંકાવનારો સ્વીકાર કર્યો હતો કે તેને આ કામ કરવા માટે સોપારી આપવામાં આવી હતી. શબ્બીરના જણાવ્યા અનુસાર, તેને લાલચ આપવામાં આવી હતી કે જો તે ગોપાલ ઈટાલિયાને જૂતું મારશે તો તેને ₹50,000 રોકડા આપવામાં આવશે. હુમલાખોરે વધુમાં આરોપ લગાવ્યો હતો કે તેને દારૂ પીવડાવીને સભા સ્થળે મોકલવામાં આવ્યો હતો.

'તું આ કામ કરજે, તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં'
શબ્બીરે આ ષડયંત્રમાં ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા છે, જેમાં ભંડુરી રામજીભાઈનો પુત્ર મીત, બાબુભાઈ અને રાજુભાઈ સામેલ હતા. તેણે એમ પણ જણાવ્યું કે, "તેઓ પોતાની ગાડીમાં મને લાવ્યા હતા અને તેમની સાથે રહેલા એક ડ્રાઈવરે, જે પોતાને પોલીસકર્મી ગણાવતો હતો, તેણે મને ખાતરી આપી હતી કે 'તું આ કામ કરજે, તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં'."

ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર
આ ઘટનાને પગલે રાજકોટના કોઠારિયામાં આયોજિત પરિવર્તન સભા પૂર્વે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ભાજપ નેતાઓ અને પોલીસની મિલીભગતથી ગોપાલ ઈટાલિયા પર આ હુમલો કરાવવામાં આવ્યો છે. એક બેરોજગાર યુવાનને દારૂ પીવડાવી ₹50,000ની લાલચ આપી તેને કારમાં બેસાડીને અહીં લાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, હુમલાખોર પાસે છરી હોવાનું પણ સામે આવ્યું છે."

ભાજપના 1500 જેટલા કાર્યકરો AAPમાં જોડાયા
ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે, માળિયા હાટીનામાં OBC વિંગના પિયુષ પરમારની આગેવાનીમાં ભાજપના 1500 જેટલા કાર્યકરો AAPમાં જોડાયા તેનાથી સત્તાધારી પક્ષ ફફડી ઉઠ્યો છે. ભાજપના નેતાઓ હવે નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે અને વિપક્ષી નેતાઓ પર હુમલા કરાવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પાસે આ મામલે કડક પોલીસ ફરિયાદની માંગ કરી છે.

સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો
નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું છે. આ અગાઉ જામનગરમાં પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. ફરી એકવાર જાહેર સભામાં અને પોલીસની હાજરીમાં આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ સમગ્ર ઘટનાને 'લોકશાહી પર હુમલો' ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

Tags:
ElectionચૂંટણીVotebank Politicsવોટબેંક રાજનીતિPolitical Incident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026