મારું ગુજરાત

શિખરજી યાત્રા દરમિયાન ગોઝારો અકસ્માત: સુરતના દંપતીએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો, 12 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ

23 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
શિખરજી યાત્રા દરમિયાન ગોઝારો અકસ્માત: સુરતના દંપતીએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો, 12 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ

Shikharji pilgrimage road accident: ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ પારસનાથ (શિખરજી) ખાતે મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં સુરતના રહેવાસી દંપતી બાબૂલાલ વંશરાજ જૈન અને તેમના પત્ની બદામી દેવીએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો છે, જ્યારે 12 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. શિખરજીની યાત્રા પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ ટાટાનગરથી ટ્રેન પકડીને ગુજરાત પરત ફરવા માટે રવાના થઈ રહ્યા હતા.

કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, ગુજરાતથી જૈન શ્રદ્ધાળુઓનું લગભગ 10 વાહનોનું જૂથ રવિવારે શિખરજી પહોંચ્યું હતું. સોમવારે મોડી રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે યાત્રા પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ ટાટાનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કાફલામાં સામેલ એક બસને અકસ્માત નડ્યો હતો.

બસ અનિયંત્રિત થઈ
મધુબન પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણ નિકેતન નજીક મુસાફરોથી ભરેલી બસ અચાનક કાબૂ બહાર જઈને રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષ સાથે જોરદાર અથડાઈ હતી. વૃક્ષ સાથે અથડાયા બાદ બસ વિપરીત દિશામાં ફંટાઈને રસ્તા કિનારે આવેલા ખાડામાં એક તરફ નમી ગઈ હતી. અકસ્માતમાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને ઘણા મુસાફરો અંદર ફસાઈ જતા ઘટનાસ્થળે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

મૃત્યુઆંક અને ઈજાગ્રસ્તોની સ્થિતિ
આ અકસ્માતમાં સુરતના દંપતી બાબૂલાલ વંશરાજ જૈન અને બદામી દેવીના મોત થયા છે. જ્યારે 12 થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ તપાસ અને સુરક્ષા વ્યવસ્થા
ડુમરીના SDPO આબિદ ખાને દંપતીના મોત અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, બસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને અકસ્માત પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.

Tags:
Gujarat accident news Gujarati todayGiridih Parasnath bus accident Jain pilgrimsSurat couple dies in Shikharji bus accidentShikharji pilgrimage road accident Surat couple dies over 12 pilgrims injured#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026