મારું ગુજરાત

60,000 આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ: CMને રજૂઆત, 15 દિવસમાં ચૂકવણી નહીં તો ઘેરાવની ચીમકી

25 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
60,000 આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ: CMને રજૂઆત, 15 દિવસમાં ચૂકવણી નહીં તો ઘેરાવની ચીમકી

Gandhinagar News: આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ બંધ થવાના ગંભીર મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રજૂઆત કરી હતી. વસાવાએ સવાલ ઉઠાવ્યો કે ગયા વર્ષે રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ અચાનક બંધ કરી દીધી હતી, જેના કારણે લગભગ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર પડી છે.

જાહેરાત છતાં એક પણ વિદ્યાર્થીને સહાય નહીં
ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે સરકારે શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની જાહેરાત તો કરી દીધી, પરંતુ આજની તારીખ સુધી એક પણ વિદ્યાર્થીને સહાયના રૂપિયા મળ્યા નથી. તેમણે યાદ અપાવ્યું કે અગાઉ પણ આ મુદ્દે બિરસા મુંડા ભવનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિધાનસભામાં પણ જોરદાર અવાજ ઉઠાવાયો હતો, તેમ છતાં સરકાર દ્વારા કોઈ અસરકારક અને નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.

9 ડિસેમ્બરે સચિવાલયનો ઘેરાવ
વિદ્યાર્થીઓના હિતમાં વસાવાએ સરકાર સમક્ષ તાત્કાલિક માંગ મૂકી છે. તેમણે કહ્યું કે વર્ષ 2024-25ના તેમજ હાલના શૈક્ષણિક વર્ષના બાકી રહેતા તમામ વિદ્યાર્થીઓને તરત જ શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવે. આ સાથે જ ચૈતર વસાવાએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, "જો આગામી 15 દિવસમાં શિષ્યવૃત્તિની ચૂકવણી નહીં કરવામાં આવે, તો 9 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સચિવાલય અને બિરસા મુંડા ભવનનો ફરીથી ઘેરાવ કરવામાં આવશે."

આદિજાતિ વિકાસના બજેટના ઉપયોગ પર સવાલ
ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિજાતિ વિકાસ માટે ફાળવવામાં આવતા બજેટના ઉપયોગ પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે, "જો આદિજાતિ વિકાસનું આટલું મોટું બજેટ હોવા છતાં વિદ્યાર્થીઓને તેમના હકની શિષ્યવૃત્તિ નથી મળતી, તો પછી આ રૂપિયા વપરાય છે ક્યાં?" તેમણે આશંકા વ્યક્ત કરી કે ક્યાંક આ ફાળો માત્ર સરકારી જાહેરાતો અને બેનરો પાછળ જ તો નથી વપરાઈ રહ્યો ને?

CM સમક્ષ રજૂઆત માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટ્યા
આંદોલનાત્મક રજૂઆત કરવા માટે ચૈતર વસાવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ બિરસા મુંડા ભવન ખાતે ઉમટી પડ્યા હતા. આ વિદ્યાર્થીઓ લાંબા સમયથી શિષ્યવૃત્તિ ન મળવાના કારણે ઉચ્ચ અભ્યાસ છોડવાની ફરજ પડે તેવી સ્થિતિમાં મુકાયા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ સહાય તેમના શિક્ષણનો આધાર છે, જે બંધ થતાં તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

સરકારના નિર્ણય પર 60 હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્ભર
આ ગંભીર મુદ્દે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે, ધારાસભ્ય વસાવા દ્વારા આપવામાં આવેલા 15 દિવસના અલ્ટીમેટમને કારણે હવે સરકાર આગામી દિવસોમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ મુદ્દે સરકારના નિર્ણય પર ગુજરાતના 60 હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય નિર્ભર રહેશે.

Tags:
AdivasiScholarshipઆદિવાસીશિષ્યવૃત્તિTribal Rightsઆદિવાસી અધિકારMy Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026