મારું ગુજરાત

અમદાવાદમાં નકલી ઘી-મસાલા પછી હવે ડુપ્લિકેટ સિગારેટનું રેકેટ: જુહાપુરામાંથી 12 હજાર નકલી સિગારેટ સાથે 4 પકડાયા

18 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં નકલી ઘી-મસાલા પછી હવે ડુપ્લિકેટ સિગારેટનું રેકેટ: જુહાપુરામાંથી 12 હજાર નકલી સિગારેટ સાથે 4 પકડાયા

Fake Cigarettes Scam Busted in Juhapura Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ઘી, બનાવટી મસાલા, દૂધ, પનીર અને સાબુ જેવા દૈનિક વપરાશના સામાનનું ગેરકાયદે વેચાણ સામે આવતું રહ્યું છે. પરંતુ હવે આ કાળો કારોબાર માત્ર ખાદ્ય ચીજો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ સિગારેટ જેવી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ સુધી પહોંચી ગયો છે. શહેરમાં બ્રાન્ડેડ અને મોંઘી કંપનીઓના નામે હલકી ગુણવત્તાવાળી ડુપ્લિકેટ સિગારેટ વેચવાના એક મોટા કૌભાંડનો વેજલપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુહાપુરા વિસ્તારમાંથી 12,000 જેટલી નકલી સિગારેટ સ્ટિક્સ જપ્ત કરી છે.

બેંગલોરની કંપનીની ટીમે ડમી ગ્રાહક બનીને પર્દાફાશ કર્યો
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ બેંગલોર સ્થિત 'અન્વેષ IPR' કંપનીના આસિસ્ટન્ટ મેનેજર પ્રિન્સ સિંહની સતર્કતા અને બાતમીને લીધે થયો હતો. બ્રાન્ડેડ સિગારેટના નામે અડધા ભાવે નકલી માલ વેચાઈ રહ્યો હોવાની વિગતો મળતાં, તપાસ ટીમે પ્લાન ઘડીને ખરીદદાર બની વેચનારાઓનો સંપર્ક કર્યો હતો. 16મી સપ્ટેમ્બરના રોજ અડધા ભાવે સિગારેટ ખરીદવાની ડીલ નક્કી કરવામાં આવી હતી અને આરોપીઓને માલ પહોંચાડવા માટે જુહાપુરા સ્થિત મોતી બેકરી પાસે બોલાવવામાં આવ્યા હતા.

પોલીસે છટકું ગોઠવી મોતી બેકરી પાસેથી 4 શખ્સનો પકડ્યા
ડીલ નક્કી થયા મુજબ આરોપીઓ રિક્ષા લઈને મુદ્દામાલ આપવા પહોંચ્યા કે તુરંત જ પહેલાથી ગોઠવાયેલી વેજલપુર પોલીસની ટીમે ઘેરાબંધી કરીને દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે 3 વેપારી સહિત 1 ઓટોરિક્ષા ચાલકની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી જાણીતી બ્રાન્ડના પેકિંગમાં પેક કરેલી 12,000 જેટલી ડુપ્લિકેટ સિગારેટ સ્ટિક્સ મળી આવી હતી.

કુલ ₹1.70 લાખનો મુદ્દામાલ જપ્ત, આગળની તપાસ શરૂ
વેજલપુર પોલીસે દરોડા દરમિયાન મળી આવેલી 12,000 નકલી સિગારેટ સ્ટિક્સ, આરોપીઓના મોબાઇલ ફોન તેમજ માલની હેરફેરમાં વપરાયેલી ઓટોરિક્ષા કબજે કરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹1,70,000 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધીને આ ડુપ્લિકેટ જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને અમદાવાદના અન્ય કયા કયા વેપારીઓ કે પાનના ગલ્લાઓ સુધી આ નકલી માલ સપ્લાય થતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Tags:
DigitalGujaratસમાચારગુજરાતપોલીસજનજાગૃતિબ્રાન્ડફ્રોડ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026