મારું ગુજરાત

વડોદરા: એસ.એસ.જી. હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળ પર, પોસ્ટમોર્ટમ રૂમમાં હુમલા બાદ સુરક્ષાની ઉગ્ર માંગ

30 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
વડોદરા: એસ.એસ.જી. હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળ પર, પોસ્ટમોર્ટમ રૂમમાં હુમલા બાદ સુરક્ષાની ઉગ્ર માંગ

Sayaji Hospital Doctors Protest: સંસ્કારી નગરી વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ (SSG) માં ગત 29 એપ્રિલના રોજ પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ પરના તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં આજે રેસિડેન્ટ તબીબોએ આક્રમક વલણ અપનાવ્યું છે. તબીબોએ ઈમરજન્સી સેવાઓ સિવાયની તમામ નિયમિત કામગીરી બંધ રાખી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળને કારણે હોસ્પિટલની સામાન્ય સારવાર સેવાઓ પર માઠી અસર પડી છે, જોકે દર્દીઓની સુવિધા માટે ઈમરજન્સી અને ઓપીડી સેવાઓ કાર્યરત રાખવામાં આવી છે.

પીએમ કામગીરી ઠપ્પ: મૃતદેહોને ગોત્રી ખસેડાયા
ગઈકાલે બનેલી હિંસક ઘટનાને પગલે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ (પીએમ) વિભાગમાં કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પરિણામે, પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા મૃતદેહોને ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ, ગત રોજ સાત જેટલા મૃતદેહોને અંતિમ વિધિ પૂર્વેની પ્રક્રિયા માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વરિષ્ઠ તબીબોએ મોરચો સંભાળ્યો
રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીમાં હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટર્સે સારવારની જવાબદારી સંભાળી લીધી છે, જેથી દર્દીઓની હાલાકીમાં થોડો ઘટાડો કરી શકાય. તેમ છતાં, નિયમિત સ્ટાફની ગેરહાજરીને કારણે સારવાર વ્યવસ્થામાં મુશ્કેલીઓ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

તબીબોની માંગણીઓ અને ન્યાયની લડત
હડતાળ પર ઉતરેલા તબીબોએ સ્પષ્ટ માંગ કરી છે કે હોસ્પિટલ કેમ્પસમાં ડોક્ટરોની સુરક્ષા વધારવામાં આવે. તેમની મુખ્ય માંગણીઓમાં હોસ્પિટલ કેમ્પસમાં કાયમી ધોરણે સિક્યુરિટી વ્યવસ્થા, સમગ્ર કેમ્પસમાં સીસીટીવી કેમેરા, હોસ્પિટલ પ્રાંગણના અંધકારમય વિસ્તારોમાં વધુ લાઈટિંગની વ્યવસ્થા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તબીબોએ આ મામલે પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે અને તેઓ ન્યાયની માંગ સાથે મક્કમ છે.

વહીવટી તંત્ર સાથે વાટાઘાટો
પરિસ્થિતિની ગંભીરતાને જોતા વડોદરા જિલ્લા કલેક્ટર અને જોઈન્ટ પોલીસ કમિશનર તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલમાં એસ.એસ.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન અય્યર અને રેસિડેન્ટ તબીબોના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં તબીબોની સુરક્ષા અને હડતાળ સમેટી લેવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે જ્યાં સુધી સુરક્ષિત વાતાવરણની ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં.

Tags:
Collector VisitJoint CP VisitMedical ProtestGujarat NewsDoctor Assault
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026