મારું ગુજરાત

છેડતીથી કંટાળીને 12 વર્ષીય વિદ્યાર્થીનીએ એસિડ પીધું, આરોપી સામે POCSO હેઠળ ગુનો દાખલ

27 ઑક્ટોબર, 2025•
GVGujaratvandan team
છેડતીથી કંટાળીને 12 વર્ષીય વિદ્યાર્થીનીએ એસિડ પીધું, આરોપી સામે POCSO હેઠળ ગુનો દાખલ

Savarkundla girl acid case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. એક 12 વર્ષીય નાબાલિક વિદ્યાર્થીનીએ વારંવાર થતી છેડતીથી કંટાળી પોતાનું જીવન સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. માનસિક ત્રાસ સહન ન કરી શકતા બાળકીએ એસિડ પી લેતા ગામમાં ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?
માહિતી અનુસાર, ગામના મુકેશ ભીખા કુડેચા નામના શખ્સ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવતી હતી. આ બાબત અંગે પરિવારજનોએ અગાઉ પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપીએ દબાણ કરીને ફરિયાદ પાછી લેવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, તેણે બાળકીના પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી. સતત માનસિક ત્રાસ અને ધમકીઓ વચ્ચે નાની ઉમરની વિદ્યાર્થીની આઘાતમાં આવી ગઈ અને અંતે એસિડ પી લેવાનો નિર્ણય કર્યો. પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ ઘટનાની ગંભીરતા જોતા સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે આરોપી મુકેશ કુડેચા સામે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ ગુસ્સો વ્યક્ત કરી આરોપીને ઝડપીને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી છે. પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા માટે તનતોડ પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે.

Tags:
AdolescentKidnappingકિશોરીમારું_ગુજરાતPOCSO
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026