મારું ગુજરાત

'દરોડામાં કશું મળ્યું નથી...' સરદારનગર વાસ્તુ પ્રસંગમાં થયેલી દારુપાર્ટી મામલે પોલીસનો ખુલાસો

20 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
'દરોડામાં કશું મળ્યું નથી...' સરદારનગર વાસ્તુ પ્રસંગમાં થયેલી દારુપાર્ટી મામલે પોલીસનો ખુલાસો

Sardarnagar vastu liquor party viral video police clarification: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ છાશવારે આ કાયદાના ધજાગરા થતા હોય છે. ફરી એકવાર અમદાવાદના સરદારનગરમાં વાસ્તુ પ્રસંગમાં લોકોએ દારૂની મહેફિલ માણી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. આ વીડિયો સામે આવતા જ લોકોએ પોલીસની કામગીરી પર સવાલ કરવાનું શરૂ કરી દીધું હતું. એવામાં હવે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, તેમણે દરોડા તો પાડ્યા પરંતુ તેમને ત્યાં કોઈ બોટલ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી.

પોલીસના દરોડામાં શું મળ્યું?

સરદારનગર વિસ્તારની દારૂપાર્ટીનો વીડિયો સામે આવતા જ પોલીસ સફાળી જાગી હતી. દારૂબંધીવાળા રાજ્યમાં આ રીતે થતી દારૂપાર્ટી બાદ પોલીસ પર પ્રશ્નો થતા હતા અને એટલે સફાળી જાગેલી પોલીસે આ મામલે દરોડા પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ગત 15 નવેમ્બરે મકાન માલિક ધીરજ પરમારના નિવાસસ્થાને વાસ્તુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગમાં તેમના સગા-સંબંધી અને મિત્રો મહારાષ્ટ્રથી મહેમાન તરીકે હાજરી આપવા આવ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ફાલ્ગુનીબેન, પલ્કેશ પરમાર અને કરણ પરમાર સહિતના લોકો જોવા મળી રહ્યા છે, જે વાસ્તુપૂજનના કાર્યક્રમ દરમિયાન જ ઉતારવામાં આવ્યો હોવાનું મનાય છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ઘરમાં દરોડો પાડ્યો હતો અને આ સામગ્રી ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

પોલીસનો દાવો: દરોડામાં કોઈ મુદ્દામાલ મળ્યો નહીં

પોલીસનું એવું કહેવું છે કે, ધીરજ પરમારના ઘરે પાડેલા દરોડા દરમિયાન વીડિયોમાં દેખાતી શો-કેસ જેવી કોઈ વસ્તુ કે દારૂનો જથ્થો મળ્યો નથી. પરંતુ, પોલીસ હજુ મકાન માલિકની પૂછપરછ કરીને કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનોની યાદી તૈયાર કરી રહી છે. વીડિયોમાં દેખાતા લોકો ક્યાંના રહેવાસી છે, તેમનો વ્યવસાય શું છે અને તેમની પાસે કોઈ પરમિટ હતી કે કેમ તે પાસાઓ પર પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મકાન માલિકનો બચાવ અને પોલીસની ચેતવણી

પૂછપરછ દરમિયાન મકાન માલિકે દાવો કર્યો છે કે તેઓ આ વીડિયો અંગે સંપૂર્ણપણે અજાણ છે અને તેમના તરફથી આવું કોઈ આયોજન કરાયું નહોતું. જોકે, મહારાષ્ટ્ર કે અન્ય સ્થળેથી આવેલા મહેમાનો આ વસ્તુ સાથે લાવ્યા હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. બીજી તરફ, પોલીસે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે વીડિયોમાં દેખાતા તમામ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ કે વાયરલ વીડિયો ચલાવી લેવામાં નહીં આવે તથા નિયમ મુજબ કડક કાર્યવાહી કરાશે.

Tags:
Ahmedabad crime news Gujarati todayAhmedabad liquor party viral video investigation newsnothing found in raid Ahmedabad police Sardar NagarSardarnagar vastu liquor party viral video police clarification#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026