મારું ગુજરાત

અંધશ્રદ્ધાની હદ! સાણંદમાં પિતાએ 10 વર્ષના એકના એક દીકરાની કરી હત્યા, માતાજીની દેરી પાસે માથું પછાડ્યું

2 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અંધશ્રદ્ધાની હદ! સાણંદમાં પિતાએ 10 વર્ષના એકના એક દીકરાની કરી હત્યા, માતાજીની દેરી પાસે માથું પછાડ્યું

Sanand Father Kills 10-Year-Old Son: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિંછીયા ગામમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના જ 10 વર્ષના એકના એક દીકરાની હત્યા કરી નાખી છે. આરોપ છે કે પિતાએ માતાજીની દેરી પાસે દીકરાને બંને પગથી પકડીને બેથી ત્રણ વખત જમીન પર પછાડ્યો અને ત્યારબાદ તેના માથામાં લાકડી મારી હતી. દીકરાની હત્યા કર્યા બાદ પિતા તેની લાશ ખાટલામાં મૂકીને બાજુમાં જ સૂઈ ગયો હતો. માતા ઘરે પહોંચતાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ મામલે માતાએ સાણંદ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

પતિ સાથે ઝઘડો થતાં માતા દીકરાને પિતા પાસે મૂકીને પિયર ગઈ હતી
સાણંદના વિંછીયા ગામમાં 37 વર્ષીય ભારતી પટેલ તેમના પતિ નરેશ પટેલ અને 10 વર્ષના દીકરા કરણ સાથે રહેતાં હતાં. આશરે 10 દિવસ પહેલાં ભારતીબેન અને નરેશ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન નરેશે ભારતીબેનને માર માર્યો હતો. જેથી તેઓ પતિથી કંટાળીને પિયર જતાં રહ્યાં હતાં. દીકરા કરણની પરીક્ષા હોવાથી ભારતીબેન તેને પિતા નરેશ પાસે જ મૂકીને ગયાં હતાં. જોકે, ત્યારબાદ બનેલી ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો હતો.

પાડોશીએ ફોન કરીને કહ્યું- દીકરાને લાકડીથી માર માર્યો છે
1 નવેમ્બરની સાંજે ભારતીબેનને પાડોશીનો ફોન આવ્યો હતો. પાડોશીએ જણાવ્યું હતું કે તેમના પતિ નરેશે દીકરા કરણને લાકડી વડે માર માર્યો છે. આ જાણ થતાં જ ભારતીબેન તાત્કાલિક વિંછીયા ગામ જવા નીકળ્યાં હતાં. તેમની સાથે માતા, પિતા, ભાઈ અને ભાભી પણ આવ્યાં હતાં. રાત્રે આશરે 9 વાગ્યે તેઓ ઘરે પહોંચ્યાં હતાં. ઘર પાસે જ જોગણી માતાની દેરી આવેલી હતી. ભારતીબેન ત્યાં પહોંચ્યાં ત્યારે કરણ ખાટલા પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.

દીકરાની લાશ ખાટલામાં મૂકી પિતા બાજુમાં સૂતો હતો
ભારતીબેને કરણની તપાસ કરતાં તેનું મોત થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા ખાટલા પર તેમના પતિ નરેશ સૂઈ રહ્યો હતો. નરેશનાં કપડાં પર પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતા. ભારતીબેને દીકરાના મોત અંગે પૂછતાં નરેશે માતાજીના ભૂવા સાથે જોડાયેલી વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેના પિતા માતાજીના ભૂવા હતા અને તેમના પછી તે પોતે માતાજીનો ભૂવો બન્યો હતો.

'મારા પછી કોઈ ભૂવો ન થાય એટલે કરણને માર્યો'
ફરિયાદમાં જણાવ્યા મુજબ, નરેશે કથિત રીતે કહ્યું હતું કે તેના પછી પરિવારમાં કોઈ અન્ય વ્યક્તિ માતાજીનો ભૂવો ન બને તે માટે તેણે કરણની હત્યા કરી છે. નરેશના જણાવ્યા મુજબ, તેણે માતાજીની દેરી પાસે કરણને બંને પગથી પકડીને બેથી ત્રણ વખત પછાડ્યો હતો અને ત્યારબાદ તેના માથામાં લાકડી મારી હતી. આ વાત સાંભળીને પરિવારના સભ્યોમાં રોષ ફેલાયો હતો. ભારતીબેને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસ અને FSLની ટીમે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં સાણંદ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે FSLની ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. કરણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભારતીબેને પતિ નરેશ પટેલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. સાણંદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Tags:
GujaratVandanSanand Police InvestigationChild Murder Case GujaratJogani Mata Temple IncidentGujarat Crime News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026